Monday, 6 January 2020

રિઅલમી કંપનીનો સ્માર્ટફોન ‘રિઅલમી 5i’ 9 જાન્યુઆરીએ ભારતમાં લોન્ચ થશે, ફ્લિપકાર્ટ પર ટીઝર પેજ રિલીઝ થયું

ગેજેટ ડેસ્કઃ ચાઈનીઝ ટેક કંપની રિઅલમી તેનો લેટેસ્ટ સ્માર્ટફોન ‘રિઅલમી 5i’ 9 જાન્યુઆરીએ ભારતમાં લોન્ચ કરશે. ફ્લિપકાર્ટ અને કંપનીના ટ્વિટર તેનું ટીઝર પેજ રિલીઝ કરવામાં આવ્યું છે. આ પહેલાં ફોનને વિયેતનામમાં લોન્ચ કરવામાં આવી શકે છે.

ટીઝર પેજ મુજબ ફોનમાં ચાર રિઅર કેમેરા સેટઅપ આપવામાં આવશે. ટીઝરમાં ફોનનાં ગ્રીન કલર વેરિઅન્ટને દર્શાવવાાં આવ્યો છે.

કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર ફોનમાં કવૉલકોમ સ્નેપડ્રેગન 665 પ્રોસેસર અને એન્ડ્રોઇડ 9 પાઈ ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવી શકે છે. ફોનનાં ચાર રિઅર કેમેરા સેટઅપમાં પ્રાઈમરી કેમેરા લેન્સ, અલ્ટ્રા વાઈડ એંગલ લેન્સ, પોટ્રેટ લેન્સ અને મેક્રો લેન્સ મળશે.

ફોનમાં 6.5 ઇંચની HD+ વોટરડ્રોપ નૉચ ડિસ્પ્લે આપવામાં આવી શકે છે. ફોનમાં 5,000mAhની બેટરી મળી શકે છે. બેઝિક વેરિઅન્ટમાં 4GBની રેમ મળી શકે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Realme company smartphone 'Realme 5i' to launch in India on January 9, teaser page released on Flipkart


from Divya Bhaskar https://ift.tt/2FnqlTP

No comments:

Post a Comment