ગેજેટ ડેસ્કઃ ફોસિલ વોચની સબ બ્રાન્ડ ડીઝલએ તેની નવી સ્માર્ટવોચ ‘ફેડલાઈટ’ કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ શૉ 2020માં લોન્ચ કરી છે. આ સ્માર્ટવોચમાં ટ્રાન્સ્પરન્ટ સ્ટ્રિપ આપવામાં આવી છે. તે વેયર ઓપરેટિંગ સિસ્ટમ પર રન કરે છે. વોચમાં સ્નેપડ્રેગન વેયર 3100 પ્રોસેસર અને નવાં ગ્રાફિક્સ આપવામાં આવ્યાં છે.
‘ફેડલાઈટ’નાં બેઝિક સ્પેસિફિકેશન
- 43mmનું ડાયલ ધરાવતી આ વોચમાં ગૂગલ દ્વારા તૈયાર કરવામાં આવેલી વેયર ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવી છે.
- તેમાં ક્વૉલકોમ સ્નેપડ્રેગન વેયર 3100 પ્રોસેસર આપવામાં આવ્યું છે.
- વોચનાં રેડ-બ્લેક, બેલ્ક ટુ ક્લીઅર, બ્લૂ ટુ ક્લીઅર અને ઓલ ક્લીઅર કલર વેરિઅન્ટ લોન્ચ થયાં છે. વોચનાં કલર બદલવા માટે તેમાં એક બટન આપવામાં આવ્યું છે.
- આ વોચ વોટર રઝિસ્ટન્ટ છે. તે ગૂગલ અસિસ્ટન્ટ ફીચરને સપોર્ટ કરે છે.
- સ્માર્ટવોચ હાર્ટ રેટ મોનિટરિંગ, સ્પોર્ટ્સ મોનિટરિંગ અને પ્લેબેક કન્ટ્રોલ જેવાં ફીચર સપોર્ટ કરે છે.
- સ્માર્ટવોચ ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજીને સપોર્ટ કરે છે.
- તેની કિંમત 275 ડોલર (આશરે 20,000 રૂપિયા) છે. માર્ચ મહિનાથી તેનું વેચાણ ઓફિશિયલ વેબસાઈટ પર શરૂ કરવામાં આવશે.
- આ સ્માર્ટવોચ ગૂગલ પ્લે અને ગૂગલ ફિટને પણ સપોર્ટ કરે છે. તેમાં સ્પોર્ટિફાય મ્યૂઝિક એપ પ્રિ-ઇન્સ્ટોલ્ડ છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/308n9F5
No comments:
Post a Comment