Thursday, 9 January 2020

ટિક્ટોક હિંસા ફેલાવનારા અને જોખમી કન્ટેન્ટ ડિલીટ કરશે

ગેજેટ ડેસ્ક: સોશિયલ મીડિયા કંપની ટિકટોકે હિંસાત્મક કન્ટેન્ટ દૂર કરવાને લઈને જાહેરાત કરી છે. કંપની પોતાના પ્લેટફોર્મ પર ધાર્મિક, રાષ્ટ્રીય, વ્યક્તિ કે કોઈ સમૂહ પર હિંસા બતાવતા વીડિયોને દૂર કરશે.

ટિકટોક એપ પહેલેથી પોતાના કન્ટેન્ટને લઈને સરકારની નજર પર રહી છે. ઘણા વીડિયોને કારણે કંપનીએ વિરોધનો સામનો કરવો પડ્યો છે. આ વાતને લઈને ટિકટોકે ઘણા કડક નિયમ પણ બનાવ્યા હતા. આ નિયમનું પાલન ન કરનારા યુઝરના 60 લાખથી વધારે વીડિયો ડિલીટ કર્યા છે.

ટિકટોક ઈન્ડિયાના સેલ્સ અને પાર્ટનરશિપના ડિરેક્ટર સચિન શર્માએ મીડિયા સાથે વાતચીત દરમિયાન કહ્યું કે, ટિકટોક યુઝરને તેમનું ટેલેન્ટ અને ક્રિએટિવીટી દેખાડવા માટે તેમને સેફ અને પોઝિટિવ વાતાવરણ આપવા અમે તૈયાર છીએ.કમ્યુનિટીની ગાઈડલાઈનની ઉલ્લંઘન કરે તેવા કન્ટેન્ટને ટિકટોક પ્રમોટ કરતી નથી. ટિકટોકની ઓનર કંપની બાઈટડાન્સ (Bytedance) પ્રમાણે, ભારતમાં ટિકટોક એપ 20 કરોડ વખત ડાઉનલોડ થઈ છે અને એપ પર નવા યુઝર જોડાવાની સાથે એપ પર ટ્રાફિક પણ વધી રહ્યો છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Bytedance's video app TikTok bans 'misleading information'


from Divya Bhaskar https://ift.tt/2tLyIG1

No comments:

Post a Comment