ગેજેટ ડેસ્કઃ અમેરિકાના લાસ વેગસમાં દુનિયાના સૌથી મોટા ઇલેક્ટ્રોનિક્સ શૉનો આજે બીજો દિવસ છે. આ શૉમાં 4500 વધારે કંપનીઓએ ભાગ લીધો છે. શોમાં અનેક કંપનીઓ પોતાની એડવાન્સ ટેકનોલોજીને રજૂ કરી રહી છે. સ્ટાર્ટ અપ કંપની પિકનિક એ પિત્ઝા મેકિંગ રોબોટ રજૂ કર્યો. આ રોબોટ 1 કલાકમાં 300 પિત્ઝા તૈયાર કરી શકે છે. શૉમાં એઓ કંપનીએ ફેસવેર (એર માસ્ક) પણ રજૂ કર્યા છે.
એટમોસ માસ્ક
ભારત સહિત અનેક દેશોમાં હવાનાં પ્રદૂષણની સમસ્યા ગંભીર બનતી જાય છે. તેને ધ્યાનમાં રાખીને એઓ કંપનીએ એટમોસ ફેસવેર (એર માસ્ક) રજૂ કર્યા છે. તેની કિંમત 350$ (આશરે 25 હજાર રૂપિયા) છે. જુલાઈ મહિનાથી તેનું વેચાણ શરૂ થશે.. આ ફેસ માસ્ક પ્રતિ મિનિટે 240 લિટર હવાનું શુદ્ધીકરણ કરે છે. તેમાં રહેલાં ફિલ્ટર્સ એક મહિના સુધી કાર્યરત રહે છે. ત્યારબાદ ફિલ્ટર્સ બદલીને તેનો ફરી ઉપયોગ કરી શકાય છે. તેની બેટરી 5 કલાકનું બેકઅપ આપે છે.
પિત્ઝા મેકિંગ રોબોટ
સ્ટાર્ટ અપ કંપની પિકનિકએ આ શૉમાં પિત્ઝા મેકિંગ રોબોટ રજૂ કર્યો છે. આ રોબોટ 1 કલાકમાં 12 ઇંચના 300 પિત્ઝા અને 18 ઇંચના 180 પિત્ઝા તૈયાર કરી શકે છે. આ રોબોટ ઓછો સ્ટાફ ધરાવતી હોટેલ્સ અને રેસ્ટોરાંમાં ઘણો ઉપયોગી સાબિત થશે. એપની મદદથી પિત્ઝાની ટોપિંગ્સ બદલી શકાય છે. કંપની ટૂંક સમયમાં સેન્ડવીચ અને સલાડ બનાવવા માટે પણ રોબોટ તૈયાર કરશે.
રોયલે મિરાજ સ્પીકર
આ વર્ષનાં શૉમાં રોયલે કંપનીએ સામાન્ય સ્પીકર કરતાં અલગ જ મિરાજ સ્પીકર રજૂ કર્યું છે. આ સ્પીકરમાં ફ્લેક્સિબલ સ્ક્રીન આપવામાં આવી છે, જેમાં ફોટો અને વીડિયો જોઈ શકાય છે. તેમાં 7.8 ઇંચની AMOLED સ્ક્રીન આપવામાં આવી છે. તેમાં 5MP નો કેમેરા પણ અટેચ કરવામાં આવ્યો છે. આ સ્પીકર વોઇસ કમાન્ડ અસિસ્ટન્ટ એમેઝોન એલેક્સાને સપોર્ટ કરે છે. સ્પીકરમાં ક્વૉલકોમ સ્નેપડ્રેગન 524 પ્રોસેસર અને 16GBનું સ્ટોરેજ આપવામાં આવ્યું છે. સ્પીકરમાં 48mmનાં ફુલ રેન્જ ડ્રાઈવર્સ આપવામાં આવ્યાં છે. સ્પીકરની કિંમત 899$ (આશરે 64,000 રૂપિયા) છે. સ્પીકરને CES 2020માં 2 અવોર્ડ પણ મળ્યા છે.
Royole Mirage Smart Speaker won two awards today! Thanks for all the support and love! We truly appreciate it! pic.twitter.com/EYAOlV2EyM
— Royole Corporation (@RoyoleOfficial) January 9, 2020
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2QAingo
No comments:
Post a Comment