Wednesday, 22 January 2020

સોનીએ ભારતમાં 23,990 રૂપિયાનું એન્ડ્રોઈડ વોકમેન NW-A105 લોન્ચ કર્યું, સિંગલ ચાર્જ બાદ 26 કલાકની બેટરી લાઈફ મળશે

ગેજેટ ડેસ્ક: આજથી 30 વર્ષ પહેલાંના સમયમાં લોકોની જિંદગીમાં સોની વોકમેન એક અગત્યનો ભાગ હતો, પણ હવે સ્માર્ટફોને તેની જગ્યા લઈ લીધી છે. સોની કંપનીને આજે પણ કસ્ટમરને પોર્ટેબલ મ્યુઝિક પ્લેયરની કમી જણાતા તે વર્ષ 2020માં મોડર્ન વોકમેન લઈને ફરી છે.

સ્ટોરેજ માઈક્રો એસડી કાર્ડથી 128 GB સુધી વધારી શકાય છે
સોની ઈન્ડિયાએ પોતાની આઈકોનિક વોકમેન સિરીઝને નવું સ્વરૂપ આપ્યું છે. કંપનીએ 22 જાન્યુઆરીએ ભારતીય માર્કેટમાં એન્ડ્રોઈડ બેઝ્ડ વોકમેન NW-A105 લોન્ચ કર્યું છે. તેની કિંમત 23,990 રૂપિયા છે. આ વોકમેન માત્ર બ્લેક કલરમાં જ ઉપલબ્ધ છે. તેનું વેચાણ 24 જાન્યુઆરીથી શરૂ થશે. તેમાં યુઝરને 16 GBનું ઈન-બિલ્ટ સ્ટોરેજ મળશે. તેને માઈક્રો એસડી કાર્ડથી 128 GB સુધી વધારી શકાય છે. તેમાં 3.6 ઇંચની ટચસ્ક્રીન ડિસ્પ્લે મળશે. એન્ડ્રોઈડ 9 OS પર ચાલનાર આ વોકમેન હાઈ રિઝોલ્યુશન ઓડિયોને પણ સપોર્ટ કરે છે.

ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ
વોકમેનમાં વાઈ-ફાઈ સપોર્ટ મળે છે, તેની મદદથી યુઝર પોતાનો મનગમતો ટ્રેક ડાઉનલોડ કરી શકે છે. એક વખત ફુલ ચાર્જિંગ કર્યા પછી 26 કલાકની બેટરી લાઈફ મળે છે. વોકમેનમાં ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે યુએસબી ટાઈપ-સી પોર્ટ અને 3.5 mmનો હેડફોન જેક પણ મળશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Sony Walkman comes back: It runs on Android, supports fast charging and comes with Wi-Fi
Sony Walkman comes back: It runs on Android, supports fast charging and comes with Wi-Fi


from Divya Bhaskar https://ift.tt/38w4vKw

No comments:

Post a Comment