ગેજેટ ડેસ્ક: ભારતીય કંપની એડકોમ(ADCOM)એ નવો ગેમિંગ હેડફોન લોન્ચ કર્યો છે. આ હેડફોનની પ્રારંભિક કિંમત 1,790 રૂપિયા છે. હાલ લોન્ચિંગ ઓફર હેઠળ ગ્રાહક આ હેડફોનને 1,590 રૂપિયામાં ખરીદી શકે છે. કંપની હેડફોન પર એક વર્ષની રિપ્લેસમેન્ટ વોરંટી પણ આપી રહી છે. હાલ હેડફોન ગ્રે કલરના વેરિઅન્ટમાં જ ઉપલબ્ધ છે.
એડકોમ કંપનીણ હેડફોનમાં હાઈ-ફાઈ વ્હાઈટ મેગ્નેટ બાઝ ડ્રાઈવર્સ અને ઓમિની-ડાયરેક્શનલ માઈક આપ્યું છે. આ માઈક બેકગ્રાઉન્ડ નોઇસ કેન્સલેશન ફીચરની સાથે આવે છે. એટલું જ નહીં, પણ તેની વોઈસ ક્વોલિટી પણ ક્લિઅર છે. એટલે કે ગેમિંગ દરમિયાન પણ યુઝરને બહારનો અવાજ ડિસ્ટર્બ નહીં કરે.
એડકોમ વિઝન હેડફોનના ફીચર્સ
- 50mm હાઈ-ફાઈ વ્હાઈટ મેગ્નેટ બાઝ ડ્રાઈવર્સ
- ઓમિની-ડાયરેક્શનલ માઈક
- હાઈ ટેન્શન સ્ટ્રેન્થ
- એન્ટિ-વાઈડિંગ બ્રાઇડેડ કેબલ
- 7 ફુટ લાંબો OTG કનેક્ટિંગ કેબલ
- એડજસ્ટેબલ વોલ્યુમ કન્ટ્રોલ
- LED પાવર ઇન્ડિકેટર
હેડફોનનું વજન 322 ગ્રામ છે. કંપનીએ દાવો કર્યો છે કે, આ વજન ગેમિંગ માટે આઈડિયલ વજન છે. તેને પીસી, લેપટોપ, ટેબ્લેટ, મોબાઈલ ફોન, ગેમિંગ કંસોલ, પ્લે સ્ટેશન અને એરબોક્સ સહિત ડિવાઇસમાં પણ કનેક્ટ કરી શકો છો.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3as5vkB
No comments:
Post a Comment