Monday, 20 January 2020

500 કરોડથી વધારે યુઝર્સે વ્હોટ્સએપ ડાઉનડલોડ કર્યું, સૌથી વધારે ડાઉનલોડ્સ મેળવનાર બીજી નોન ગૂગલ એપ બની

ગેજેટ ડેસ્કઃ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વ્હોટ્સએપે 500 કરોડ ડાઉનલોડ્સનો આંકડો પાર કર્યો છે. ટેક વેબસાઈટ એન્ડ્રોઇડ પોલીસના એક રિપોર્ટ અનુસાર આ આંકડાંમાં પ્લે સ્ટોર ડાઉનલોડ્સ અને સેમસંગ હુવાવે સહિત અનેક સ્માર્ટફોનમાં પ્રિ ઇસ્નટોલ્ડ વ્હોટ્સએપનો આંકડાઓનો સમાવેશ થાય છે.

2019ના ચોથા ત્રિમાસિક ગાળામાં દુનિયાભરમાં એપ સ્ટોર અને પ્લે સ્ટોર પર વ્હોટ્સએપ ડાઉનલોડ્સનો ગ્રાફ

फोटो क्रेडिट- एनालिटिक्स फर्म सेंसर टॉवर

સ્ટેટિસ્ટાના રિપોર્ટ અનુસાર વ્હોટ્સએપ દુનિયાની સૌથી પોપ્યુલર એપ બની છે. દુનિયાભરમાં વ્હોટ્સએપના 160 કરોડ મંથલી એક્ટિવ યુઝર છે, જે ફેસબુક યુઝર્સ કરતાં પણ વધારે છે. વર્ષ 2019માં સાઉથ કોરિયામાં વ્હોટ્સએપની ડાઉનલોડની સંખ્યામાં 56% નો વધારો થયો છે.

એનાલિટિક્સ ફર્મ સેંસર ટાવરના રિપોર્ટ અનુસાર વર્ષ 2019ના ચોથા ત્રિમાસિકગાળામાં ગૂગલ એપ 85 કરોડ વખત જ્યારે ફેસબુક 80 કરોડ વખત ડાઉનડલોડ થઈ હતી. ગત 1 વર્ષમાં ગૂગલ એપને 230 કરોડ ડાઉનલોડ્સ અને ફેસબુકને 300 કરોડ ડાઉનલોડ્સ મળ્યા હતા.

દુનિયાભરમાં સૌથી વધારે વખત ડાઉનડલોડ કરનારી એપના ટોપ 5 લિસ્ટમાં ફેસબુકની માલિકીની એપ્સ ઇન્સ્ટાગ્રામ, વ્હોટ્સએપ, ફેસબુક અને ફેસબુક મેસેન્જર સામેલ છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
More than 500 million users downloaded WhatsApp, becoming the second non-Google app to get the most downloads


from Divya Bhaskar https://ift.tt/2ukffNi

No comments:

Post a Comment