ગેજેટ ડેસ્કઃ દેશની મ્યૂઝિક લેબલ અને ફિલ્મ પ્રોડક્શન કંપની સારેગામાએ તેના લેટેસ્ટ ઈયરફોન ‘સારેગામા કારવાં GX01’ લોન્ચ કર્યા છે. આ ઈયરફોનની કિંમત 1,599 રૂપિયા છે. તેનું વેચાણ કંપનીની ઓફિશિયલ વેબસાઈટ પર શરૂ કરવામ આવ્યું છે. ઈયરફોનનાં બ્લેક અને વ્હાઇટ કલર વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યાં છે.
‘સારેગામા કારવાં GX01’ ઇયરફોનનાં બેઝિક સ્પેસિફિકેશન અને ફીચર્સ
- આ ઈયરફોન 3.5mmનો ઓડિયો હેડફોન જેક ધરાવે છે. તે સ્માર્ટફોન, કમ્પ્યૂટર અને અન્ય કારવાં ડિવાઈસીસને સપોર્ટ કરે છે.
- ઈયરફોનમાં માઈક્રોફોન અને ઓડિયો કન્ટ્રોલ માટે બટન આપવામાં આવ્યું છે.
- ઈયરફોનમાં 14.2mmના ડાયનેમિક ડ્રાઇવર્સ આપવામાં આવ્યાં છે. ઈયરફોન ‘કારવાં સિગ્નેચર સાઉન્ડ’ અને બાસ સપોર્ટ કરે છે. તેનો અર્થ એ થાય છે કે પ્રિ લોડેડ કારવાં ડિવાઈસિસમાં આ ઈયરફોન બેસ્ટ ક્વૉલિટી સાઉન્ડ આપે છે.
- ઈયરફોનનાં વાયર ટેંગલ ફ્રી એટલે કે સરળાથી ગૂંચળુંવળી જાય તેવા નથી.
- કંપની ઈયરફોન પર 1 વર્ષની વોરન્ટી આપી રહી છે.
- લોન્ચિંગ ઓફર અંતર્ગત કંપનીની ઓફિશિયલ વેબસાઈટ પર 1,119 રુપિયામાં તેની ખરીદી કરી શકાશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/37e5sH3
No comments:
Post a Comment