Monday, 20 January 2020

સેમસંગના ફોલ્ડેબલ ફોન ગેલેક્સી Z ફ્લિપની કિંમત 60 હજાર રૂપિયાથી 90 હજાર રૂપિયાની વચ્ચે હશે

ગેજેટ ડેસ્ક: 11 ફેબ્રુઆરીએ સાન ફ્રાન્સિસ્કોમાં યોજાનારી ઈવેન્ટમાં સાઉથ કોરિયન કંપની સેમસંગ પોતાનો ફોલ્ડેબલ સ્માર્ટફોન ગેલેક્સી Z ફ્લિપ લોન્ચ કરી શકે છે. સાઉથ કોરિયાના ન્યૂઝ પોર્ટલ આઈન્યૂઝ 24 પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે કે, આ ફોનની કિંમત 60 હજાર રૂપિયાથી 90 હજાર રૂપિયાની વચ્ચે હશે.

રિપોર્ટ પ્રમાણે, સેમસંગનો આ ફોન હાલમાં લોમચ થયેલો ફોલ્ડેબલ સ્માર્ટફોન મોટોરોલા રેઝર કરતાં અફોર્ડેબલ હશે. મોટોરોલા રેઝરની કિંમત 1 લાખ રૂપિયા કરતાં પણ વધારે છે. ફોનની ડિસ્પ્લે 6.7 ઈંચ હોઈ શકે છે. ફોનમાં ડ્યુઅલ રિઅર કેમેરા સેટઅપ હોઈ શકે છે અને સીલ્ફી કેમેરા 10 મેગાપિક્સલનો હશે. ફોનના બોક્સમાં 15Wનું ચાર્જર પણ ગ્રાહકોને મળશે.

આ ફોનથી 8K રિઝોલ્યુશનમાં વીડિયો રેકોર્ડ કરી શકાશે. સાઉથ કોરિયામાં તેનું 5G વર્ઝન લોન્ચ થાય તેવી આશા છે. ચાઈનીઝ ટેક વેબસાઈટ આઈસ યુનિવર્સે પોતાના રિપોર્ટમાં જણાવ્યું કે, સેમસંગના અપકમિંગ ફોલ્ડેબલ ફોનમાં પ્લાસ્ટિકની જગ્યાએ ‘અલ્ટ્રા-થિન ગ્લાસ’ જોવા મળશે. કંપનીએ યુરોપમાં અલ્ટ્રા થિન ગ્લાસ માટે ટ્રેડમાર્ક ફાઈલ કરી દીધું છે. હવે કંપની આ મટિરિયલને પોતાના આવનારા ફોલ્ડેબલ સ્માર્ટફોનમાં કરશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ફોટો ક્રેડિટ-LetsGoDigital


from Divya Bhaskar https://ift.tt/2uiBNO8

No comments:

Post a Comment