ગેજેટ ડેસ્કઃ ચાઈનીઝ ટેક કંપની કૂલપેડે કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ શૉ CES2020માં અફોર્ડેબલ 5G સ્માર્ટફોન ‘કૂલપેડ લિગસી 5G’ લોન્ચ કર્યો છે. આ ફોનમાં એન્ડ્રોઇડ 10 ઓપરેટિંગ સિસ્ટમ અને ક્વૉલકોમ સ્નેપડ્રેગન 765 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોનમાં ડ્યુઅલ રિઅર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. ફોનની કિંમત 400$ (આશરે 28,500 રૂપિયા) છે.
સિક્યોરિટી માટે ફોનની બેકપેનલમાં ફિંગર પ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. ફોનમાં સ્નેપડ્રેગન X52 5G મોડેમ મળશે.
‘કૂલપેડ લિગસી 5G’નાં બેઝિક સ્પેસિફિકેશન
| ડિસ્પ્લેસાઈઝ | 6.53 ઇંચ |
| ડિસ્પ્લેટાઈપ | HD+ IPS LCD વોટરડ્રોપ નોચ |
| OS | એન્ડ્રોઇડ 10 |
| પ્રોસેસર | ક્વૉલકોમ સ્નેપડ્રેગન 765 |
| રિઅર કેમેરા | 48MP (પ્રાઈમરી લેન્સ) + 8MP (વાઈડ એંગલ લેન્સ) |
| ફ્રન્ટ કેમેરા | 16MP |
| રેમ | 4GB |
| સ્ટોરેજ | 64GB |
| બેટરી | 4000mAh વિથ 18 વૉટ ફાસ્ટ ચાર્જિંગ |
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2scYkeQ
No comments:
Post a Comment