Thursday, 9 January 2020

ટ્રોલ્સથી બચવા માટે ટ્વિટર એપમાં ટૂંક સમયમાં પ્રાઈવસી ફીચર ‘કન્વર્ઝેનશન પાર્ટિશિપેન્ટ્સ’ ઉમેરવામાં આવશે

ગેજેટ ડેસ્કઃ અમેરિકાના લાસ વેગસમાં દુનિયાના સૌથી મોટા કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ શૉ CES 2020 ની શરૂઆત થઈ ચૂકી છે. આ શૉમાં અનેક કંપનીઓએ પોતાની અપકમિંગ પ્રોડક્ટ્સ અને ટેક્નોલોજીને રજૂ કરી છે. શૉમાં સોશિયલ મીડિયા એપ ‘ટ્વિટર’એ નવાં ફીચર ઉમેરવાની જાહેરાત કરી છે. શૉમાં ટ્વિટરના પ્રોડક્ટ મેનેજમેન્ટ ડિરેક્ટર સુઝેન શાઈએ ‘કન્વર્ઝેનશન પાર્ટિશિપેન્ટ્સ’ ફીચર વિશે માહિતી આપી હતી.

આ ફીચર કમ્પોઝ બોક્સમાં આપવામાં આવશે. તેની મદદથી યુઝર ટ્વીટ કરતાં પહેલાં અન્ય યુઝર તેને રીપ્લાય શકશે કે નહીં તે નક્કી કરી શકશે. આ ફીચરની મદદથી યુઝર અન્ય કયા યુઝર તેના ટ્વીટ પર રીપ્લાય

કરી શકે તેની પસંદગી પણ કરી શકે છે. તેના માટે યુઝરને ગ્લોબલ, ગ્રૂપ, પેનલ અને સ્ટેટમેન્ટ એમ 4 ઓપ્શન આપવામાં આવશે.

ગ્લોબલ ઓપ્શનમાં યુઝરના ટ્વીટ્સ પર કોઈ પણ વ્યક્તિ રીપ્લાય કરી શકશે જયારે ગ્રૂપ ઓપ્શનમાં યુઝરે નક્કી કરેલાં લોકો અને યુઝર જેને ફોલો કરે છે તે યુઝર્સ જ રીપ્લાય કરી શકશે. પેનલ ઓપ્શનમાં યુઝરે ટ્વીટમાં મેન્શન કરેલાં યુઝર જ રીપ્લાય કરી શકશે અને સ્ટેટમેન્ટમાં કોઈ પણ યુઝર રીપ્લાય નહીં કરી શકે.

આ ફીચર માટે કંપની દ્વારા રિસર્ચ કરવામાં આવી રહ્યું છે. જોકે આ વર્ષના પહેલાં ત્રિમાસિક ગાળામાં તેનો મોક રાઉન્ડ શરૂ કરવામાં આવશે. ગ્લોબલી આ ફીચર ને લોન્ચ કરતાં પહેલાં યુઝરના અભિપ્રાયો લઈને તેમાં ફેરફારો લાવવામાં આવશે. આ ફીચર ગ્લોબલી લોન્ચ થવાથી ટ્રોલ્સની ઘટનાઓ ઓછી બનશે.

આ શૉઆ ટ્વિટરમાં સ્પેસિફિક કન્વર્ઝેશન વ્યૂ જોવા માટે પણ નવું ફીચર ઉમેરવાની જાહેરાત કરવામાં આવી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Twitter Response Control Feature 'Conversion Participants' to be added to Twitter App announced in CES 2020


from Divya Bhaskar https://ift.tt/2Fz6h12

No comments:

Post a Comment