ગેજેટ ડેસ્કઃ દુનિયાના સૌથી મોટા કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ શૉ CES 2020 ની શરૂઆત થઈ ચૂકી છે. લાસ વેગસમાં યોજાનાર આ શૉમાં ગેજેટ્સ, રોબોટિક્સ ઇક્વિપમેન્ટ, સ્પોર્ટ્સ, હેલ્થ, લાઇફસ્ટાઇલ, હોમ એન્ડ ફેમિલી સહિતની અનેક કેટેગેરીમાં કંપનીઓ પોતાની પ્રોડક્ટ્સ રજૂ કરશે. આ શૉમાં 4500થી વધારે કંપનીઓ 36 અલગ અલગ કેટેગરીમાં તેમની અપકમિંગ પ્રોડક્ટ્સ રજૂ કરવાની છે. આ શૉની શરૂઆત જૂન 1967થી થઈ હતી. કન્ઝ્યુમર ટેક્નોલોજી એસોસિએશન દ્વારા આ શૉનું આયોજન કરવામાં આવે છે.
ઇવેન્ટ શેડ્યૂલ
7 જાન્યુઆરી: 8:30 AM થી 8:00 PM સુધી
8 જાન્યુઆરી: 8:30 AM થી 7:00 PM સુધી
9 જાન્યુઆરી: 9:00 AM થી 6:00 PM સુધી
10 જાન્યુઆરી: 10:00 AM થી 5:00 PM સુધી
શૉમાં 4500થી વધારે કંપની તેમની પ્રોડક્ટ્સ અને ટેક્નોલોજી રજૂ કરશે
4 દિવસ સુધી ચાલનારા આ શૉમાં 1.75 લાખથી વધારે વિઝિટર્સ સામેલ થશે. 160થી વધારે દેશ આ શૉમાં ભાગ લઇ રહ્યા છે.

આ શૉનાં મુખ્ય આકર્ષણો
1. 5G એન્ડ ઈન્ટરેન્ટ ઓફ થિંગ્સ (IoT)
- 5G
- રિજિલ્યન્સ
- સ્માર્ટ સિટી
- સસ્ટેનબિલિટી
2. એડવર્ટાઇઝિંગ, એન્ટરટેઇન્મેન્ટ એન્ડ કન્ટેન્ટ
- એન્ટરટેઇન્મેન્ટ એન્ડ કન્ટેન્ટ
- માર્કેટિંગ એન્ડ એડવર્ટાઇઝિંગ
3. ઓટોમોટિવ
- સેલ્ફ-ડ્રાઇવિંગ કાર્સ
- વ્હીકલ ટેક્નોલોજી
4. બ્લોકચેન
- ક્રિપ્ટોકરન્સી
5. હેલ્થ એન્ડ વેલનેસ
- એક્સેસિબિલિટી
- ડિજિટલ હેલ્થ
- ફિટનેટ એન્ડ વિયરેબલ્સ
6. હોમ એન્ડ ફેમિલી
- ફેમિલી એન્ડ લાઇફસ્ટાઇલ
- હોમ એન્ટરટેઇન્મેન્ટ
- સ્માર્ટ હોમ
- ટ્રાવેલ એન્ડ ટૂરિઝમ
7. ઈમર્સિવ એન્ટરટેઇન્મેન્ટ
- ઓગ્મેન્ટેડ એન્ડ વર્ચ્યુઅલ રિયાલિટી
8. પ્રોડક્ટ્સ ડિઝાઇન એન્ડ મેન્યુફેક્ચરિંગ
- ડિઝાઇન, સોર્સિંગ એન્ડ પેકેજિંગ
9. રોબોટિક્સ એન્ડ મશીન ઇન્ટટેલિજન્સ
- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ
- ડ્રોન્સ
- રોબોટિક્સ
10. સ્પોર્ટ્સ
- ઇ-સપોર્ટ્સ
11. સ્ટાર્ટ અપ્સ
- ઇન્વેસ્ટર્સ
- સ્ટાર્ટ અપ્સ
આ શૉમાં મુંબઈની સ્ટાર્ટ અપ બેઝ્ડ કંપની સ્ટ્રોમ મોટર્સ સામેલ થઈ છે. આ કંપની ભારતમાં 3 ટાયરવાળી ઇલેક્ટ્રિક કારને રજૂ કરી ચૂકી છે. આ કારમાં 2 લોકો સવાર થઈ શકે છે જોકે કંપનીએ કારની કિંમત વિશે કોઈ ખુલાસો કર્યો નથી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/37GgtAB
No comments:
Post a Comment