Tuesday, 21 January 2020

ક્વૉલકોમ કંપનીએ મિડરેન્જ સ્માર્ટફોન માટે સ્નેપડ્રેગન 720G, 662 અને 460 પ્રોસેસર લોન્ચ કર્યાં

ગેજેટ ડેસ્કઃ અમેરિકાની ટેલિકમ્યૂનિકેશન કંપની ક્વૉલકોમે SoCs સાથે સ્નેપડ્રેગન 400, સ્નેપડ્રેગન 600 અને સ્નેપડ્રેગન 700 સિરીઝનાં નવાં પ્રોસેસર ભારતમાં લોન્ચ કર્યા છે. તેના નામ સ્નેપડ્રેગન 460,સ્નેપડ્રેગન 662 અને સ્નેપડ્રેગન 720G છે. આ તમામ પ્રોસેસરને મિડ રેન્જ સ્માર્ટફોનને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યાં છે. AI કેમેરા, ડેઇલી ફંક્શન અને ગેમિંગ પર્ફોર્મન્સ વધારવા માટે આ પ્રોસેસર વિકસાવામાં આવ્યા છે.

સ્નેપડ્રેગન 720G
સ્નેપડ્રેગન 720G પ્રોસેસર કંપનીનું X15 LTE મોડેમ છે. તે ફાસ્ટ કનેક્ટ 6200, બ્લુટૂથ v5.1, વાઇફાઇ 6 સપોર્ટ, HDR પ્લે બેક સપોર્ટ અને એડ્રિનો 618 GPU ફીચરથી સજ્જ છે. આ ઓક્ટાકોર પ્રોસેસરમાં સ્પેકટ્રા 350L ઇમેજ સિગ્નલ પ્રોસેસર છે, જે 192 મેગાપિક્સલ સુધીના ફોટો અને 4K વીડિયો કેપ્ચર કરી શકે છે. આ પ્રોસેસર ક્વિક ચાર્જ 4+ ટેક્નોલોજી સપોર્ટ કરે છે, જે 15 મિનિટમાં 0થી 50% સુધી ફોન ચાર્જ કરી શકે છે.

સ્નેપડ્રેગન 662
ક્વૉલકોમ સ્નેપડ્રેગન 662 કંપનીનું X11 LTE મોડેમ છે. તે ફાસ્ટ કનેક્ટ 6100, વાઈફાઈ 6 સપોર્ટ, બ્લુટૂથ v5.1 અને ટ્રુવાયરલેસ સ્ટીરીયો કનેક્ટિવિટી, એડ્રિનો 610 GPU, 48 મેગાપિક્સલ ઇમેજ સપોર્ટ ફીચર્સ ધરાવે છે. આ પ્રોસેસર ક્વિક ચાર્જ 3.0 ટેકનોલોજી ધરાવે છે, જે ફોનને 20 મિનિટમાં 0થી 50% સુધી ચાર્જ કરી શકે છે. તે ડ્યુઅલ ચાર્જ ટેક્નોલોજીને પણ સપોર્ટ કરે છે.

સ્નેપડ્રેગન 460
આ પ્રોસેસરને 10,000 રૂપિયા સુધીની કિંમતના સ્માર્ટફોન માટે બનાવવામાં આવ્યું છે. તે કંપનીનું X11 LTE મોડેમ ધરાવે છે. તે ફાસ્ટ કનેક્ટ 6100, વાઇફાઇ સપોર્ટ, એડ્રિનો 610 GPU અને કિરો CPU ધરાવે છે. પ્રોસેસર સિંગલ કેમેરામાં 25 મેગાપિક્સલ અને ડ્યુઅલ કેમેરા સાથે 16 મેગાપિક્સલ સુધીની ઇમેજ કેપ્ચર કરી શકે છે. આ પ્રોસેસર ક્વિક ચાર્જ 3.0 ટેક્નોલોજી ધરાવે છે, જે 20 મિનિટમાં ફોનને 0થી 50% સુધી ચાર્જ કરે છે.

જોકે આ પ્રોસેસર સાથેના સ્માર્ટફોન ક્યારે લોન્ચ થશે તેની કંપનીએ કોઈ સ્પષ્ટતા કરી નથી. કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ નવા પ્રોસેસરમાં સ્વદેશી GPS નેવિગેશન સિસ્ટમ NavIC પણ આપવામાં આવશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતીકાત્મક ફોટો


from Divya Bhaskar https://ift.tt/2RdXRmk

No comments:

Post a Comment