ગેજેટ ડેસ્ક: સાઉથ કોરિયન તક કંપની સેમસંગે ભારતના માર્કેટમાં પ્રીમિયમ ફ્લેગશિપ સ્માર્ટફોન ગેલેક્સી નોટ 10 લાઈટ લોન્ચ કર્યો છે. 2 વેરિઅન્ટમાં ઉપલબ્ધ આ સ્માર્ટફોનની કિંમત 38,999 રૂપિયાથી શરુ થાય છે. ફોનનું વેચાણ 2 ફેબ્રુઆરીથી શરુ થશે. થોડા સમય પહેલાં કંપનીએ સેમસંગ ગેલેક્સી S10 લાઈટ સ્માર્ટફોન ગ્લોબલી લોન્ચ કર્યો હતો. ગેલેક્સી નોટ 10 સિરીઝના અપગ્રેડ વર્ઝન તરીકે લોન્ચ કર્યો છે.
S પેનનું ફીચર
આ સ્માર્ટફોનની સૌથી ખાસ વાત તેમાં મળતો S (એસ)પેન સપોર્ટ છે. S પેન ફોનના રિમોટ કંટ્રોલની જેમ કામ કરશે. આ સ્માર્ટફોન રિમોટ શટર ફીચરથી લેસ છે, જેને લઈને ફોનને ટચ કર્યા વગર જ ફોટો અને સોન્ગ ચેન્જ કરી શકાય છે. આ ઉપરાંત ફોનમાં ટેક્સ્ટ એક્સપોર્ટ ફીચર પણ મળે છે, જેનાથી S પેનથી લખેલું લખાણ રિડેબલ ટેક્સ્ટમાં કન્વર્ટ થઈ જાય છે અને તેને કોપી-પેસ્ટ કરીને શેર પણ કરી શકાય છે.
ગેલેક્સી નોટ 10 લાઈટ સ્માર્ટફોનના વેરિઅન્ટ અને કિંમત
| 6 GB રેમ + 128 GB સ્ટોરેજ | 38,999 રૂપિયા |
| 8 GB રેમ + 128 GB સ્ટોરેજ | 40,999 રૂપિયા |
આ ફોન ઓરા બ્લેક, ઓરા રેડ અને ઓરા ગ્લો જેવા ત્રણ કલરમાં ઉપલબ્ધ છે. સ્માર્ટફોનનું પ્રિબુકિંગ શરુ થઈ ગયું છે. 3 ફેબ્રુઆરીથી તેને ઓનલાઇન-ઓફલાઈન રિટેલ આઉટલેટ પરથી ખરીદી શકાશે. લોન્ચિંગ ઓફર હેઠળ કંપની 5 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ આપી રહી છે.
ગેલેક્સી નોટ 10 લાઈટ સ્માર્ટફોનનાં સ્પેસિફિકેશન
| ડિસ્પ્લે સાઈઝ | 6.70 ઈંચ |
| પ્રોસેસર | 2.7 GHz ઓક્ટા કોર |
| સિમ ટાઈપ | ડ્યુઅલ નેનો સિમ |
| રિઝોલ્યુશન | 1080x2400 પિક્સલ |
| સિક્યોરિટી | ઈન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર |
| OS | એન્ડ્રોઇડ 10 |
| રેમ | 6GB/8GB |
| સ્ટોરેજ | 128GB |
| ફ્રન્ટ કેમેરા | 32 મેગાપિક્સલ |
| રિઅર કેમેરા | 12 મેગાપિક્સલનો ટ્રિપલ કેમેરા |
| બેટરી કેપેસિટી | 4500mAh |
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/30Dx0Dh
No comments:
Post a Comment