Tuesday, 7 January 2020

સેમસંગ કંપનીએ રોબોટ બોલ ‘બેલી’ રજૂ કર્યો, યુઝરની ગેરહાજરીમાં ઘરનું સંચાલન કરશે

ગેજેટ ડેસ્કઃ દુનિયાના સૌથી મોટા કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ શૉ ‘CES 2020’ની શરૂઆત થઇ ચૂકી છે. શૉના પ્રથમ દિવસે કોરિયાઈ ટેક કંપનીએ રોબોટ બોલ ‘Ballie’ (બેલી) રજૂ કર્યો છે. સેમસંગ કંપનીના કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સના પ્રેસિડન્ટ અને CEO એચ. એસ. કિમે આ બોલને રજૂ કર્યો હતો.

આ રોબોટ બોલ સ્માર્ટ હોમનું મેનેજમેન્ટ (સંચાલન) કરવા માટે સક્ષમ છે. આ સ્માર્ટ બોલ સ્માર્ટ હોમ ક્લિનીંગ પર પ્રોડક્ટને ઘર સાફ કરવા માટે કમાન્ડ આપી શકે છે. આ સાથે જ તે યુઝરને ઊંઘમાંથી જગાડવા માં પણ મદદ કરે છે. તે ઘરમાં રહેલી સ્માર્ટ હોમ પ્રોડક્ટ્સનાં ચાર્જિંગનું પણ ધ્યાન રાખે છે.

બેલી મેડિકલ ઇમર્જન્સીમાં પણ ખૂબ ઉપયોગી સાબિત થશે. ઘરમાં કોઈ વડીલ પડી ગયા હોય ત્યારે તે આપમેળે ઇમર્જન્સી નંબરને ફોન કરીને તેની જાણકારી આપશે.

બેલી યુઝર ને યોગા કરવામાં પણ મદદ કરશે તે યુઝરને ઘરમાં ચાલી રહેલી વિવિધ એક્ટિવિટીસના વીડિયો પણ બતાવશે. પ્રોડક્ટ રજૂકરતી વખતે દર્શાવતા વીડિયો મુજબ બેલી યુઝરની ગેરહાજરીમાં પેટનું ધ્યાન રાખશે અને પેટને એન્ટરટેઇન કરવા માટે વીડિયો પણ બતાવશે. આ ઉપરાંત યુઝરની ગેરહાજરીમાં તે પેટની એક્ટિવિટી યુઝરને બતાવશે.

જોકે આ ઇવેન્ટમાં કંપનીએ તેના ઓફિશિયલ લોન્ચિંગ અને કિંમત વિશે કોઈ માહિતી આપી નથી. આ સિવાય કંપનીએ તેનો સ્માર્ટ સિટી પ્રોજેક્ટ પણ રજૂ કર્યો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Samsung Company Introduces Robot Ball 'Belly', The Robot Capable To Manage Home In The absence Of User
Samsung Company Introduces Robot Ball 'Belly', The Robot Capable To Manage Home In The absence Of User


from Divya Bhaskar https://ift.tt/301IjVA

No comments:

Post a Comment