
ગેજેટ ડેસ્કઃ જાગૃત જનતા જ એક આદર્શ લોકતંત્રનું નિર્માણ કરે છે. લોકતંત્રમાં સરકારના કામકાજની તમામ જાણકારી અને માહિતી પ્રજા પાસે હોવી આવશ્યક હોય છે. ટેક્નોલોજીને લીધે તે હવે વધારે સરળ બન્યું છે. સરકારની વિવિધ એપ્સ અને ઇન્ટરનેટનાં માધ્યમથી સરકારી કામકાજ અને યોજનાઓ વિશે માહિતી પ્રાપ્ત કરવી હવે સરળ બન્યું છે. ચીન જેવા દેશમાં તો પ્રજાને ગૂગલ, ટ્વિટર અને વ્હોટ્સએપનો ઉપયોગ પણ કરવા દેવામાં આવતો નથી. આ મામલે આપણો દેશ ઘણો નસીબદાર છે.
1. MyGov India
સરકાર સાથે સંવાદ કરવા માટે આ એપ શ્રેષ્ઠ છે. આ સરકારની ઓફિશિયલ એપ છે. આ એપની મદદથી સરકારી કામકાજની માહિતી મેળવી શકાય છો.એપમાં ફરિયાદ પણ નોંધાવી શકાય છે. એપમાં સરકારી યોજનાઓ અને અન્ય સામાજિક વિષયો પર થયેલી ચર્ચાને જોઈ અને સાંભળી શકાય છે. આ એપમાં અનેક સર્વેક્ષણ પણ કરવામાં આવે છે.
2. Neta
આ એપમાં જઈને તમે કોઈ પણ નેતાને તમારી પસંદગીનું રેટિંગ આપી શકો છો. ચૂંટાઈને આવેલા નેતાઓને તેમણે કરેલા વાયદાઓએ અને કયા કર્યો પૂરા કર્યા છે તેને આધારે રેટિંગ આપી શકાય છે. આ એપ નેતાઓ વિશે પ્રજા કેવો મત ધરાવે છે તે બતાવે છે. આ એપનો ઉપયોગ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને કર્ણાટકમાં કરવામાં આવ્યો હતો. એપ ડેવલપર્સના જણાવ્યા અનુસાર એપની સફળતા 90% રહી છે.
3. PolitiFact
નેતાઓના ભાષણ અને બગડેલા બોલ સોશિયલ મીડિયા પર તરત વાઇરલ થઇ જતા હોય છે. વાઇરલ વીડિયો પર વિશ્વાસ કરતા પહેલાં તેની વિશ્વસનીયતા જાણવી જરૂરી હોય છે. આ એપ પર દુનિયાભરના નેતા અભિનેતાઓના ભાષણ અને ટિપ્પણીઓની વિશ્વસનીયતા ‘ટ્રૂથ ઓ મીટર’થી કરી શકાય છે. આ એપને પુલિત્ઝર અવોર્ડ હાંસલ કરનાર વેબસાઈટ PolitiFactએ ડેવલપ કરાવી છે.
4.Indian Politics
અધુંરુ જ્ઞાન વધારે ઘાતક સાબિત થઈ શકે છે. ઇન્ટરનેટ પર ભારતીય સંવિધાન વિશેની વાતો ઝડપથી વાઇરલ થાય છે. તેના પર વિશ્વાસ કરતા પહેલાં હકીકત જાણી લેવી આવશ્યક છે. આ એપમાં ભારતનું સંવિધાન, સંવિધાનમાં આવેલાં સંશોધનો સહિતની અનેક સચોટ અને વિસ્તૃત માહિતી આપવામાં આવી છે.
5. IChangeMyCity
આ એપનાં માધ્યમથી નાગરિક તેનાં શહેરની નાની-મોટી સમસ્યા નેતાઓ સુધી પહોંચાડી શકે છે. જો તમારા વિસ્તારમાં ગંદકી ફેલાઈ હોય અથવા વરસાદ પછી રસ્તાની હાલત બિસ્માર થઈ હોય તો તેની ફરિયાદ આ એપનાં માધ્યમથી કરી શકાય છે. આ એપમાં ચૂંટણી પંચ નાગરિકોને જાગૃતતા ફેલાવવા માટે કેટલાક સૂચનો પણ આપતી હોય છે.
6.Civis

આ પ્લેટફોર્મ નાગરિકોને જાગૃત કરવા માટે કેટલાક મહત્ત્વના કામ કરે છે. તે જાહેરમાં ઉપલબ્ધ સરકારી દસ્તાવેજો અને નિષ્ણાતોના અધ્યયન, સંશોધન, નીતિઓ, સર્વેક્ષણો વગેરેની વિગતો લોકો સુધી પહોંચાડે છે. તેનો હેતુ એ છે કે સામાન્ય નાગરિકો પણ માહિતીથી અજાણ ન રહેવા જોઈએ અને તેઓ જે પણ મંતવ્યો અથવા નિર્ણયો લે છે તે પાયાવિહોણા ન હોવા જોઈએ
7.Project FiB
ઈન્ટરનેટ પર ખોટા ખોટા ફેલાવવામાં આવતા ફેક ન્યૂઝ કરતા પણ વધુ જોખમી હોય છે નકલી તસવીરો, તેને મોર્ફ કરીને ગમેતમે કરીને સાચી રજૂ કરવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં ફોટોગ્રાફ્સને ઓળખવા માટે FiBથી યોગ્ય કોઈ સર્વિસ નથી. આ સર્વિસ તમારા ફેસબુક ટાઈમલાઈન પર આવતી તસવીરો, યુઆરએલ અને ટેક્સ્ટને દરેક વખતે ચકાસણી કરે છે અને પોતાની ઈમેજ રેકગ્નાઈઝેશન અને સોર્સ વેરિફિકેશન એલ્ગોરિધમની મદદથી જે યોગ્ય તે રજૂ કરે છે. આ પોસ્ટ પર તમને ટ્રસ્ટ સ્કોર દેખાય છે અને સાથે તમે લખેલી પોસ્ટ પર પણ ફેક્ટ ચેક કરવાનું ફીચર પણ તેમાં ઉપલબ્ધ છે.
8.Govern eye
આ એપ પણ સામાન્ય લોકો અને સરકારની વચ્ચે એક બ્રીજની જેમ કામ કરે છે. આ એપ પર તમે તમારી પોતાની વાત રજૂ કરી શકો છો તે પણ પોતાની માતૃભાષામાં. પોતાના મેસેજ પરિણામ સુધી પહોંચાડવાનું કામ આ એપ કરે છે. તમે ઈચ્છો તો આ એપ પર તમારી ઓળખ છુપાવી શકો છો. આ એપ પર ઓડિયો-વીડિયો પણ ચાલે છે. તાજા સમાચાર પણ જાણી શકો છો. ફેક ન્યૂઝ અલર્ટ ઉપલ્ધ છે. જો તમે વિરોધ પ્રદર્શન કરવા માગતા હો તો આ એપની મદદથી ઓનલાઈન પ્રોટેસ્ટ માર્ચ પણ કાઢી શકો છો.
9.BS Detector
સ્માર્ટફોન ઉપરાંત વેબ બ્રાઉઝર્સ માટે પણ ઘણા એક્સટેન્શન છે, જે લોકતંત્રને મજબૂત કરવાનું કામ કરે છે. આ એવું એક્સટેન્શન છે જે ફેક ન્યૂઝના જોખમથી બચાવવાનું કામ કરે છે. તે ક્રોમ એક્ટેન્શન કોઈ પણ સોશિયલ મીડિયા વેબસાઈટ પર ચાલી રહેલ ફેક ન્યૂઝ ચકાસીને ચેતવણી આપે છે.
દુનિયામાં લોકતંત્રને મજબૂત કરે છે એપ
10.Countable (અમેરિકા): અમેરિકા સંસદમાં રજૂ કરાયેલા બીલ અંગે નિરપેક્ષ વિગતો આપે છે. જનતાનો અભિપ્રાય સરકાર સુધી પહોંચાડે છે.
Represent Me (યુકે): તે સામાજિક-રાજકીય મુદ્દાઓ પર ઓનલાઈન પોલ કરે છે. જનતાનો અભિપ્રાય નીતિ નિર્માતાઓ સુધી પહોંચાડે છે.
Voter (અમેરિકા): આ એપ સામાન્ય નાગરિકોને તેમની રાજકીય વિચારસરણીના આધારે તેમના માટે શ્રેષ્ઠ નેતા શોધવામાં મદદ કરે છે.
VoteSpotter (અમેરિકા): આ એપ મનપસંદ નેતાનું સંસદમાં રિપોર્ટ કાર્ડ અને સંસદીય મતક્ષેત્રમાં તેને કેટલા કાર્ય કર્યા છે તે રજૂ કરે છે.
Ushahidi (કેન્યા): તેના દ્વારા વપરાશકર્તા ચૂંટણીમાં થતા ગડબડનો રિપોર્ટ કરી શકે છે. તે બૂથ કેપ્ચરિંગને રોકવામાં પણ મદદ કરે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3aL5p7R
No comments:
Post a Comment