
ગેજેટ ડેસ્કઃ ચાઈનીઝ ટેક કંપની પોકો તેનો લેટેસ્ટ સ્માર્ટફોન ‘પોકો X2’ ફેબ્રુઆરીએ ભારતમાં લોન્ચ કરશે. પોકો ઇન્ડિયાના ટ્વિટર પર આ માહિતી રિલીઝ કરવામાં આવી છે. આ સિવાય ફ્લિપકાર્ટ પર પણ તેનું ટીઝર પેજ રિલીઝ કરવામાં આવ્યું છે. જોકે કંપનીએ ફોનનાં સ્પેસિફિકેશન વિશે કોઈ માહિતી આપી નથી.
An Xperience that will make you go, "Bruh, it's #SmoothAF". #POCOX2 is arriving on Feb 4th 2020.
— POCO India (@IndiaPOCO) January 27, 2020
Want to know if your smartphone is Smooth AF? Visit now: https://t.co/LQqSvTpgLz pic.twitter.com/BB5RFQ8lVO
કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ ફોનને ‘રેડમી K30’નાં રીબ્રાન્ડેડ વર્ઝન તરીકે લોન્ચ કરવામાં આવશે. પોકો ઇન્ડિયા વેબસાઈટ અનુસાર આ ફોનમાં મલ્ટિ રિઅર કેમેરા અને ક્વૉલકોમ સ્નેપડ્રેગન પ્રોસેસર આપવામાં આવશે. ફોનમાં હાઈ રિફ્રેશ રેટ ધરાવતી ડિસ્પ્લે મળશે.
‘રેડમી K30’માં 4 રિઅર કેમેરા સેટઅપ અને પંચ હોલ ડિસ્પ્લે આપવામાં આવી છે. તેથી ‘પોકો X2’માં પણ ચાર રિઅર કેમેરા સેટઅપ અને પંચ હોલ ડિસ્પ્લે આપવામાં આવી શકે છે. ફ્લિપકાર્ટનાં ટીઝર પેજપરથી માલુમ પડે છે કે ફોનમાં પંચ હોલ ડિસ્પ્લે મળશે. સાથે જ ફોનની જમણી સાઈડ પેનલમાં વોલ્યુમ બટન અને પાવર બટન મળશે.
‘પોકો X2’ કંપનીનો બીજો સ્માર્ટફોન છે. આ અગાઉ કંપનીએ ‘પોકો F1’ સ્માર્ટફોન લોન્ચ કર્યો હતો.તેની સફળતાને ધ્યાનમાં રાખીને કંપની શાઓમીથી અલગ થઈને ભારતમાં સ્વતંત્ર બ્રાન્ડ બની છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/30Y4CMf
No comments:
Post a Comment