
ગેજેટ ડેસ્કઃ સાઉથ કોરિયન ટેક કંપની સેમસંગના A સિરીઝનાં સ્માર્ટફોન ‘ગેલેક્સી A71’ અને ‘ગેલેક્સી A51’ ભારતમાં 29 જાન્યુઆરીએ લોન્ચ થશે. કંપનીએ ટ્વીટ કરીને આ માહિતી આપી છે. ગત વર્ષે ડિસેમ્બરમાં બંને ફોનને વિયેતનામમાં લોન્ચ કરવામાં આવ્યા હતા.
Awesome’s just about here. 2 days to go! #GalaxyA coming soon. #AwesomeIsForEveryone
— Samsung India (@SamsungIndia) January 27, 2020
Get notified: https://t.co/Nhb31XQrfw pic.twitter.com/hOq95lBTaF
A સિરીઝના બંને ફોનમાં AMOLED ડિસ્પ્લે અને એન્ડ્રોઇડ 10 ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવશે. બંને ફોનમાં 4 રિઅર કેમેરા સેટઅપ અને સિક્યોરિટી માટે ઈન ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સેન્સર આપવામાં આવશે. જોકે ફોનની કિંમત અને વેરિઅન્ટ વિશે કંપનીએ કોઈ માહિતી આપી નથી.
‘ગેલેક્સી A71’નાં બેઝિક સ્પેસિફિકેશન
- 8GBની રેમ ધરાવતા આ ફોનમાં 6.7 ઇંચની સુપર AMOLED HD+ ડિસ્પ્લે મળશે.
- ફોનમાં એક્સીનોસ 9611 2.2Hzનું પ્રોસેસર અને એન્ડ્રોઇડ 10 ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવી છે. ફોનનું ઇનબિલ્ટ સ્ટોરેજ 128GB છે, જેને માઈક્રો-SD કાર્ડની મદદથી 512GB સુધી એક્સપાન્ડ કરી શકાય છે.
- ફોનમાં 64MP+ 5MP + 12MP + 5MP રિઅર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 32MP નો ફ્રન્ટ કેમેરા અટેચ છે.
- ફોનમાં 25વૉટ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરતી 4,500mAhની બેટરી આપવામાં આવી છે.
‘ગેલેક્સી A51’નાં બેઝિક સ્પેસિફિકેશન
- આ વેરિઅન્ટમાં 6.5ઇંચની ફુલ HD+ સુપર AMOLED ડિપ્સલે આપવામાં આવી છે.
- ફોનમાં એક્સીનોસ 9611 2.3GHz પ્રોસેસર અને એન્ડ્રોઇડ 10 ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવી છે.
- ફોનમાં 4GBની રેમ અને 128GBનું ઈન-બિલ્ટ સ્ટોરેજ આપવામાં આવ્યું છે.
- ગેલેક્સી A51માં પણ 'ગેલેક્સી A71'ની જેમ 48MP+ 5MP + 12MP + 5MP ચાર રિઅર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 32MP નો ફ્રન્ટ કેમેરા પણ છે.
- ફોનમાં 15વૉટનું ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરતી 4,000mAhની બેટરી આપવામાં આવી છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2RSvycd
No comments:
Post a Comment