
ગેજેટ ડેસ્કઃ મોટોરોલાના અપકમિંગ સ્માર્ટફોન ‘મોટો G8’ અને ‘મોટો G8 પાવર’નાં સ્પેસિફિકેશન લીક થયાં છે. ટેક વેબસાઈટ XDA ડેવલપર્સ દ્વારા ફોનનાં સ્પેસિફિકેશન લીક કરવામાં આવ્યાં છે. તે મુજબ બંને ફોનમાં કર્વ્ડ ડિસ્પ્લે મળશે. સાથે જ ક્વૉલકોમ સ્નેપડ્રેગન 665 પ્રોસેસર અને એન્ડ્રોઇડ 10 ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવશે. જોકે કંપનીએ ફોનનાં સ્પેસિફિકેશન અને કિંમત વિશે કોઈ માહિતી આપી નથી.
‘મોટો G8’નાં સંભવિત સ્પેસિફિકેશન
- XDA ડેવલપર્સના રિપોર્ટ મુજબ ‘મોટો G8’માં 6.39 ઇંચની ડિસ્પ્લે અને 720x1560 પિક્સલનું રિઝોલ્યુશન આપવામાં આવશે.
- ફોનનાં ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપમાં 16MPનો પ્રાઈમરી કેમેરા મળી શકે છે. ફોનમાં સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 8MPનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવી શકે છે.
- ફોનનાં 2GB, 3GB અને 4GB રેમ વેરિઅન્ટ તેમજ 32GB અને 64GB સ્ટોરેજ વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવશે.
- ફોનમાં 10 વૉટનાં ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરતી 4,000mAhની બેટરી આપવામાં આવશે.
- સિક્યોરિટી માટે ફોનની બેક પેનલ પર ફિંગર પ્રિન્ટ સેન્સર આપવામાં આવશે.
- ટેક વેબસાઈટ 91Mobilesની લીક તસવીરો મુજબ ફોનમાં ગ્લોસી બેક પેનલ અને વર્ટિકલ પોઝિશનમાં ગોઠવાયેલા રિઅર કેમેરા સાથે LED ફ્લેશ લાઈટ પણ મળશે.
‘મોટો G8 પાવર’નાં સંભવિત સ્પેસિફિકેશન
- XDA ડેવલપર્સના રિપોર્ટ મુજબ આ ફોન માં 6.36 ઇંચની અને 1080x2300 પિક્સલનું રિઝોલ્યુશન ધરાવતી ફુલ HD+ ડિસ્પ્લે આપવામાં આવશે.
- ફોનમાં 16MPના પ્રાઈમરી કેમેરા સાથે ચાર રિઅર કેમેરા સેટઅપ આપવામાં આવશે.
- સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 25MPનો ફ્રન્ટ કેમેરા મળશે.
- કનેક્ટિવિટી માટે ફોનમાં ડ્યુઅલ બેન્ડ વાઈફાઈની સુવિધા મળશે.
- ફોનમાં 5,000mAhની બેટરી આપવામાં આવી શકે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/37AzR2i
No comments:
Post a Comment