ગેજેટ ડેસ્ક. લાસ વેગાસમાં ચાલી રહેલ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક શો (CES 2020)ના પહેલા દિવસે ચીની કંપનીઓનો દબદબો રહ્યો હતો. એક તરફ જ્યાં લેનોવો, આસુસ, એચપી, એલજી જેવી કંપીઓએ પોતાના નવા ગેજેટ્સ લોન્ચ કર્યા. તો બીજી તરફ સોનીએ ઈલેક્ટ્રિક કાર કોન્સેપ્ટ રજૂ કરીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા. ઘણી કંપીઓએ તેમના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) બેઝ પ્રોડક્ટ રજૂ કરી. તેની સાથે એવી ટેક્નોલોજી પણ સામે આવી જે લોકોની લાઈફસ્ટાઈલને સંપૂર્ણ રીતે બદલશે.
પહેલી વખત TCLનો સ્માર્ટફોન

ચીનની ઈલેક્ટ્રોનિક કંપની TCL હવે મોબાઈલ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કરી ચૂકી છે. ઈવેન્ટ દરમિયાન કંપનીએ એક સાથે ત્રણ સ્માર્ટફોન TCL 10 5G, TCL 10 પ્રો અને TCL 10L રજૂ કર્યો. આ પહેલી વખત છે જ્યારે કંપનીએ કોઈ સ્માર્ટફોન બનાવ્યો છે. આ તમામ ફોનની કિંમત 500 ડોલર (અંદાજે 36,000 રૂપિયા)થી ઓછી હશે.
TCL 10 5G : તે કંપનીનો 5G સ્માર્ટફોન છે. તેમાં ક્વાલકોમનું લેટેસ્ટ સ્નેપડ્રેગન 7-સીરિઝ ચિપસેટ (સ્નેપડ્રેગન 765G) આપવામાં આવ્યું છે. ફોનમાં પંચહોલ ડિસ્પ્લે આપવામાં આવી છે. તેમાં ઇન્ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર પણ હશે. તેમાં ક્વાડ રિઅર હશે. તેનો કેમેરા 64 મેગાપિક્સલનો છે. ફોનમાં ડ્યુઅલ LED ફ્લેશ હશે.
TCL 10 પ્રો : આ ફોન દેખાવમાં TCL 10 5G જેવો છે, પરંતુ તે 5G નથી. તેમાં નોચ એમોલેડ સ્ક્રીન આપવામાં આવી છે. તેની ડિઝાઈન વનપ્લસ 7પ્રોના ગ્લો પેટર્ન જેવી જ છે. તેમાં બે સિંગલ LED આપવામાં આવી છે. તેમાં પણ 64 મેગાપિક્સલનો કેમેરા હશે. સિક્યોરિટી માટે તેમાં ઈન-ડિસ્પ્લે ફિંગરપ્રિંટ સ્કેનર આપવામાં આવ્યું છે.
TCL 10L : તે કંપનીનું બેઝ મોડેલ છે, જેમાં 48 મેગાપિક્સલનો ક્વાડ રિઅર કેમેરા મળશે. તેમાં પંચહોલ ડિસ્પ્લે આપવામાં આવી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, કંપની તેના 10 સીરિઝનાં આ સ્માર્ટફોનને ફેબ્રુઆરીમાં યોજાનાર મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ ઈવેન્ટમાં લોન્ચ કરી શકે છે.
વિઝિઓનું ફરતું સાઉન્ડબાર

યુએસની કંપની વિઝિઓ (Vizio)એ આ ઈવેન્ટમાં રોટેટિંગ સાઉન્ડબાર લોન્ચ કર્યું છે. આ સાઉન્ડબાર મ્યુઝિક દરમિયાન રોટેડ થાય છે. તેમાં 18 ડ્રાઈવર્સ, બે સેટેલાઈટ સ્પીકર્સ અને એક સબવૂફર આપવામાં આવ્યું છે. આ સ્પીકર્સમાં ડોલ્બી એટમ્સ સાઉન્ડ ક્વોલિટી જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. તે સ્પેશિયલ સાઉન્ડ ઈફેક્ટની સાથે આવે છે. તેમાં 48 ઈંચના સ્પીકર આપવામાં આવ્યા છે. તેની સાથે બ્લૂટૂથ 5.0 કનેક્ટિવિટી, બિલ્ડ-ઈન ક્રોમકાસ્ટ ઓડિયો સપોર્ટ જેવા ફીચર્સ પણ છે. વિઝિઓ ટીવી, સ્પીકર, સાઉન્ડબાર ટેબલેટ રિમોટ જેવા ઘણા પ્રોડક્ટસ બનાવે છે.
જૂનો કુલિંગ મશીન

જૂનો કંપનીએ શો દરમિયાન રેપિડ કુલિંગ મશીન રજૂ કર્યું છે. આ મશીનની ખાસ વાત એ છે કે તે 1 મિનિટથી પણ ઓછા સમયમાં પાણીને ઠંડુ કરે છે. તેને માઈક્રો રેફ્રિજરેટર પણ કહેવામાં આવે છે. હકીકતમાં, આ મશીનની અંદર એક બોક્સ છે, જેમાં કન્ટેટની બોટલ મૂકવામાં આવે છે. તે 1 મિનિટથી ઓછા સમયમાં પાણીને ઠંડુ અથવા ચિલ્ડ બનાવી કરે છે. ઠંડુ બીયર, કોલ્ડ કોફી પીવાવાળા લોકો માટે આ બેસ્ટ મશીન છે. કંપનીએ તેના પ્રી-ઓર્ડર શરૂ કરી દીધા છે. પ્રી-ઓર્ડર દરમિયાન તેની કિંમત 199 ડોલર (અંદાજે 14,000 રૂપિયા) છે. બાદમાં તેની કિંમત 299 ડોલર (અંદાજે 21,500 રૂપિયા) કરવામાં આવશે. તેને વર્ષના ત્રીજા ક્વાટરમાં રિલીઝ કરવામાં આવી શકે છે.
નસકોરા રોકવાનું ઓશીકું

મોશન પિલોએ ઈવેન્ટમાં તેનું નસકોરા રોકવાનું ઓશીકું રજૂ કર્યું છે. તેમાં ચાર એરબેગ્સ અને સેંસર-બેઝ પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ આપવામાં આવી છે. આ તમામ વસ્તુઓ પ્લાસ્ટિક બોક્સની સાથે કનેક્ટ થાય છે, જેમાં માઈક્રોફોન આપાવમાં આવ્યા છે. આ માઈક્રોફોન નસકોરાને ડિટેક્ટ કરે છે. બાદમાં ઊંઘ અને નસકોરાના ડેટા એપ પર મોકલે છે. આ પિલોના ફર્સ્ટ વર્ઝનની કિંમત 378 ડોલર (અંદાજે 27,000 રૂપિયા) છે. તેનું અપડેટ મોડેલ એપ્રિલમાં લોન્ચ કરવામાં આવશે. જેની કિંમત 420 ડોલર (અંદાજે 30,000 રૂપિયા) હશે.
સેમસંગ સેલ્ફી ટાઈપ ઇન્વિઝિબલ કીબોર્ડ

કંપનીએ ઈવેન્ટમાં પોતનું સેલ્ફી ટાઈપ ઇન્વિઝિબલ કીબોર્ડ રજૂ કર્યું છે. તે એક વર્ચુઅલ કીબોર્ડ છે જે તમામ પ્રકારના ફ્લેશ સરફેસ પર કામ કરશે. સેલ્ફી ટાઈપ કીબોર્ડ સેમસંગના એક્સપેરિમેન્ટલ સી-લેબ પ્રોગ્રામનો ભાગ છે. જે પહેલા પણ ઘણી પ્રોડક્ટસ લોન્ચ કરી ચૂકી છે. સેલ્ફીટાઈપ યુઝરના સ્માર્ટફોનના સેલ્ફી કેમેરાથી ઓપરેટ થાય છે. કેમેરા યુઝરની ફિંગર્સની મોશન ટ્રેક કરે છે. એટલે કે કીબોર્ડમાં જે પ્રકારથી ટાઈપ કરવામાં આવે છે તેવી જ રીતે તે આંગળીઓની મૂવમેન્ટને કેપ્ચર કરીને રિઅલ ટાઈમમાં ટાઈપ કરે છે. આ કીબોર્ડ સ્માર્ટફોન, ટેબલેટ તમામ પ્રકારના ડિવાઈસ પર કામ કરે છે. જો કે, અત્યારે કંપનીએ તેનાં કોર્મશિયલ રિલીઝ વિશે કોઈ જાણકારી નથી આપી.
સેમસંગ બેલી રોબોટ

સાઉથ કોરિયાઈ કંપની સેમસંગે CES 2020માં બોલની જેમ દેખાતો બેલી રોબોટ રજૂ કર્યો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેક્નોલોજીથી સજ્જ આ રોબોટ સિક્યોરિટી અને ફિટનેસ અસિસ્ટન્ટની જેમ કામ કરશે. તે ઘરમાં રહેલ અન્ય સ્માર્ટ ડિવાઈસથી સંપર્કમાં રહેશે. તે યુઝરની લાગણીઓને સમજશે, તેને સપોર્ટ કરશે અને જરૂરિયાત પ્રમાણે કામ કરશે. તે ઘરમાં રહેલા બાળકો અને પેટ્સની સાથે પણ રમશે.
લેનોવો થિંકપેડ X1 ફોલ્ડ

કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ શોમાં લેનોવોએ થિંકપેડ X1 ફોલ્ડ લોન્ચ કર્યું છે. તેની સ્ક્રીનને ફોલ્ડ કરી શકાય છે. કંપનીના જણાવ્યા પ્રમાણે, તે દુનિયાનો પહેલો ફોલ્ડેબલ પીસ પણ છે. ફોલ્ડ થયા બાદ તે કોઈ બુક કે ડાયરી જેવો દેખાય છે. જેને સરળતાથી કેરી પણ કરી શકાય છે. તેમાં 13.3 ઈંચની ફોલ્ડિંગ OLED ડિસ્પ્લે સ્ક્રીન આપવામાં આવી છે. આ લેપટોપની સાથે બ્લૂટૂથ કીબોર્ડ આવે છે. આ કીબોર્ડ ફોલ્ડ સ્ક્રીનમાં ફિક્સ થઈ જાય છે. તેમાં ફોનની જેમ લોક/અનલોક બટન અને વોલ્યુમ રોકર્સ પણ આપવામાં આવ્યા છે. તેને બનાવવા માટે કાર્બન ફાઈબરની પ્લેટ્સ અને મિક્સ્ડ અલોયનો ઉપયોગ કરવામાં આવે છે. જે તેને મજબૂત બનાવે છે. તેની કિંમત 2,499 ડોલર (1,79,466 રૂપિયા) થઈ શકે છે. તેનું વેચાણ આ વર્ષના સેકન્ડ હાફમાં શરૂ થઈ શકે છે.
લેનોવો યોગા 5G

ચીનની કંપની લેનોવોએ અમેરિકન કંપની ક્વાલકોમની સાથે મળીને દુનિયાનું પહેલું 5G યોગા લેપટોપ રજૂ કર્યું છે. તેને પ્રોજેક્ટ લિમિટલેસ અંતર્ગત તૈયાર કરવામાં આવ્યું છે. તે વિંડોઝ હેલો સિક્યુરિટી, ડોલ્બી એટોમ્સ સાઉન્ડ એન્હેન્સમેન્ટ અને ર્ઈસિમ સપોર્ટની સાથે આવશે. તેમાં 14 ઈંટની ફૂલ-HD IPS ટચસ્ક્રીન ડિસ્પ્લે સ્ક્રીન આપવામાં આવી છે. યુઝરનો ચહેરો અને ફિંગરપ્રિન્ટ સ્કેનરથી તેમાં લોગઈન કરી શકાય છે. તેની મેક્સિમમ ડાઉનલોડ સ્પીડ પ્રતિ સેકંડ 4Gb સુધીની છે. એટલે કે મોટી ફાઈલ્સ અને મૂવીઝ સેકંડમાં ડાઉનલોડ થશે. આ લેપટોપનું વજન 1.35 કિલોગ્રામ છે. તેની શરૂઆતી કિંમત 1,499 ડોલર (અંદાજે 1,06,000 રૂપિયા) હશે.
સેમસંગ ગેલેક્સી ક્રોમબુક 2-ઈન-1

ઈવેન્ટમાં કોરિયન કંપની સેમસંગે પોતાની નવી ગેલેક્સી ક્રોમબુક 2-ઈન-1 લોન્ચ કરી છે. તે ક્રોમ ઓપરેટિંગ સિસ્ટમ પર રન કરશે. તેમાં બિલ્ટ-ઈન સ્ટાયલસ અને ગૂગલ અસિસ્ટન્ટ પણ હશે. આ ક્રોમબુકને 360 ડિગ્રી સુધી ફેરવી શકાય છે. તેમાં ફોલ્ડિંગ ટેન્ટ, લેપટોપ, ફ્લેટ અને ટેબ્લેટના ચાર મોડ છે. તે 9.9mm પાતળી છે. તેનું વજન 1.04 કિલોગ્રામ છે. ક્રોમબુકમાં 13.3 ઈંચની એમોલેડ ટચસ્ક્રીન આપવામાં આવી છે. તેનું રિઝોલ્યુશન 4K (3840x2160 પિક્સલ) છે. તે ઈન્ટેલ 10th જનરેશન કોર પ્રોસેસર અને ઈન્ટેલ UHD ગ્રાફિક્સથી સજ્જ છે. તેમાં 16GB LPDDR3 રેમ અને ઓનબોર્ડ 1TB SSD સ્ટોરેજ આપવામાં આવી છે. તે ફિંગપ્રિન્ટ રેકગ્નાઈઝેશન અને બેકલિટ કીબોર્ડની સાથે આવે છે. તેમાં 2 વોટ સ્પીકર્સ આપવામાં આવ્યા છે.
આસુસનું ગેમિંગ લેપટોપ

તાઈવાનની કંપની આસુસે ઈવેન્ટમાં પોતાનું સ્લિમ અને લાઇટ વેઇટ રોગ જેફ્રસ G14 ગેમિંગ લેપટોપ લોન્ચ કર્યું છે. તે કંપનીનું પ્રીમિયમ લેપટોપ છે, જેમાં નવા એનિમી LED મળશે. આ સિસ્ટમમાં વિવિધ એનિમેશન ઇફેક્ટ્સ અને તેની ઈન્ફોર્મેશન આપશે. જો કે, તે ઓપ્શનલ રહેશે. તે 17.9mm પાતળું અને તેનું વજન 1.6 કિલોગ્રામ છે. તે મૂનલાઈનટ વ્હાઈટ અને ઈક્લિપ્સ ગ્રે કલરમાં મળશે. લેપટોમાં એનવીડિયા જીફોર્સ RTX 2060 GPU, 32GB રેમ અને 1TB SSD સ્ટોરેજ આપવામાં આવ્યું છે. બેટરી ચાર્જિંગ માટે તેમાં USB ટાઈપ-C એડોપ્ટર આપવામાં આવ્યું છે. તેમાં સેલ્ફ ક્લીનિંગ કૂલિંગ સિસ્ટમ હશે.
આસુસ રોગ ગેમિંગ ડેસ્કટોપ

આસુસે ગેમિંગ લેપટોપની સાથે ગેમિંગ ડેસ્કટોપ રોગ સ્ટ્રિક્સ GA15,રોગ સ્ટ્રિક્સ GT15 ડ્યુઓ અને ઈ-સ્પોર્ટ્સ રેડી રોગ સ્ટ્રિક્સ GA35, રોગ સ્ટ્રિક્સ GT35 ડ્યુઓ પણ લોન્ચ કર્યા છે. આ તમામ વિન્ડોઝ 10 પર ચાલશે. ડેસ્કટોપમાં કસ્ટમાઈઝ RGB લાઈટિંગ કેબિનેટ આપવામાં આવી છે. કેબિનેટમાં EMI શીલ્ડેડ ગ્લાસ પેનલ આપવામાં આવી છે, જેને સીપીયુની અંદર તમામ કમ્પોનન્ટ દેખાય છે. તેમાં ઈન્ટેલની 10th જનરેશન કોર પ્રોસેસર આપવામાં આવી છે. ઉપરાંત એનવીડિયા જીફોર્ડ GTX 1650 4GB ગ્રાફિક્સ કાર્ડ આપવામાં આવ્યું છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/36B08x6
No comments:
Post a Comment