Monday, 20 January 2020

ઓપોએ અદૃશ્ય થતાં અર્ધ ચંદ્રાકાર રિઅર કેમેરા સેટઅપ ધરાવતા સ્માર્ટફોનની પેટન્ટ ફાઈલ કરાવી

ગેજેટ ડેસ્કઃ ચાઈનીઝ ટેક કંપની ઓપોએ તેના અપકમિંગ સ્માર્ટફોન માટે અર્દશ્ય થતાં અર્ધ ચંદ્રાકાર રિઅર કેમેરા સેટઅપની પેટન્ટ ફાઈલ કરાવી છે. ચાઈનીઝ ટેક ન્યૂઝ પોર્ટલ ગિઝમોચાઇનાના રિપોર્ટ અનુસાર કંપનીએ ચીનની ઇન્ટલ એક્ચ્યુલ પ્રોપોર્ટીમાં 17 જાન્યુઆરીએ પેટન્ટ ફાઈલ કરાવી છે. આ ફોનમાં જરૂર પડે ત્યારે જ રિઅર કેમેરા સેટઅપ દેખાશે યુઝર્સ કેમેરા એપને બંધ કરશે ત્યારે તે ફોનની ડિપ્સલેમાં અદૃશ્ય થઈ જશે. આ ફોનને ‘Find X2’નામથી લોન્ચ કરવામાં આવી શકે છે.

ઓપોના આ અપકમિંગ સ્માર્ટફોનની ગ્રાફિક્સથી બનેલી તસવીરો સામે આવી છે. તે મુજબ ફોનની ડિપ્સલેમાં અર્ધ ચંદ્રાકાર આકારમાં રિઅર કેમેરા ગોઠવવામાં આવ્યા છે. આ કેમેરા સેટઅપ સાથે એક LED ફ્લેશ લાઈટ પણ જોવા મળી રહી છે. જોકે કંપનીએ આ કેમેરા કેટલા મેગાપિક્સલના હશે તેની કોઈ જાણકારી આપી નથી.

વન પ્લસ કંપનીએ પણ આ જ ટેક્નોલોજી ધરાવતા સ્માર્ટ ફોનને CES 2020 ટેક ઇવેન્ટમાં રજૂ કર્યો હતો. કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ફોનમાં નવાં પ્રકારની નોટિફિકેશન લાઇટ્સ અથવા તો યુનિક ડિસ્પ્લે આપવામાં આવી શકે છે. જોકે આ ફોનને ક્યારે અને કઈ કિંમત સાથે લોન્ચ કરવામાં આવશે તેની કંપનીએ કોઈ માહિતી આપી નથી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Oppo files a patent for a disappearing rear camera setup smartphone it should be launch as Find X2
Oppo files a patent for a disappearing rear camera setup smartphone it should be launch as Find X2


from Divya Bhaskar https://ift.tt/36dhfnA

No comments:

Post a Comment