Monday, 20 January 2020

ઇન્સ્ટાગ્રામ એપમાંથી IGTV બટન હટાવવામાં આવ્યું, કુલ 10 લાખ યુઝર્સ જ હોવાથી કંપનીએ નિણર્ય લીધો

ગેજેટ ડેસ્કઃ ફેસબુકની માલિકીની ફોટો અને વીડિયો શેરિંગ સોશિયલ નેટવર્કિંગ સર્વિસ ઇન્સ્ટાગ્રામમાંથી IGTV ટેબને હટાવવામાં આવ્યું છે. IGTVનું બટન અગાઉ ઇન્સ્ટાગ્રામ એપની જમણી બાજુએ ઓરેન્જ કલરમાંટોપ કોર્નર પર જોવા મળતું હતું. જોકે IGTVની સર્વિસ અગાઉની જેમ કાર્યરત રહેશે. જૂન વર્ષ 2018માં ઇન્સ્ટાગ્રામમાં 59 સેકન્ડથી વધારે સમયના વીડિયો અપલોડ કરવા માટે IGTV લોન્ચ કરવામાં આવ્યું હતું.

કારણ
ટેક વેબસાઈટ ટેક ક્રંચના રિપોર્ટ અનુસાર ઇન્સ્ટાગ્રામના કુલ 70 લાખ યુઝર્સમાંથી માત્ર 10 લાખ યુઝર્સ જ IGTV એપનો ઉપયોગ કરતા હોવાથી કંપનીએ આ નિર્ણય કર્યો છે. એપમાંથી IGTVનું આઇકોન ભલે હટાવી દેવામાં આવ્યું હોય, પરંતુ યુઝર અન્ય યુઝરની પ્રોફાઈલમાં જઈને અથવા IGTVની એપમાંથી અન્ય યુઝરના IGTV વીડિયો જોઈ શકશે.

ઓપ્શન
ઇન્સ્ટાગ્રામ એપમાં હવે યુઝરને વીડિયો અપલોડ કરતી વખતે 2 ઓપ્શન આપવામાં આવશે: 1. શોર્ટ વીડિયો 2. લોન્ગ વીડિયો.
શોર્ટ વીડિયો ઓપ્શનમાં યુઝર 1 મિનિટથી નાના વીડિયો શેર કરી શકશે જ્યારે લોન્ગ વીડિયો ઓપ્શનમાં 59 સેકન્ડથી વધારે સમયનાવીડિયોને IGTVનાં માધ્યમથી શેર કરી શકશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
IGTV button removed from Instagram app


from Divya Bhaskar https://ift.tt/36aTI6A

No comments:

Post a Comment