Thursday, 23 January 2020

ટ્વીટર યુઝર પણ હવે ફેસબુક મેસેન્જર્સ યુઝર્સની જેમ મેસેજના રિએક્શન આપી શકશે

ગેજેટ ડેસ્કઃ માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વીટરમાં એક નવા ફીચરનો ઉમેરો થયો છે. આ નવાં ફીચરની મદદથી યુઝર DM અર્થાત ડાયરેક્ટ મેસેજમાં અન્ય યુઝર્સે મોકલેલા મેસેજ પર રિએક્શન આપી શકશે. ટ્વિટરે ટ્વીટ કરીને આ માહિતી આપી છે.

આ ફીચરમાં 7 પ્રકારના રિએક્શન ઈમોજી આપવામાં આવ્યા છે. અન્ય યુઝર્સના DM પર રિએક્ટ કરવા માટે યુઝર્સે DMમાં જઈને અન્ય યુઝર્સના મેસેજની બાજુમાં હાર્ટ+ સિમ્બોલ પર ક્લિક કરવાનું રહેશે. આ સિમ્બોલ પર ક્લિક કરવાથી યુઝરને 7 અલગ અલગ રિએક્શન આપવાના ઓપ્શન મળશે.

આ ઓપ્શન્સમાંથી કોઈ એક પસંદ કરીને ડબલ અથવા સિંગલ ટેપ કરીને યુઝર મનગમતું રિએક્શન આપી શકે છે. મજાની વાત એ છે કે યુઝર્સ તેના રિએક્શનને અનડુ અર્થાત પાછું પણ લઇ શકે છે. તેના માટે યુઝરે રિએક્ટ કરેલા સિમ્બોલ પર ક્લિક કરીને ઓપન થતી પોપ અપ વિન્ડોમાં undo પર ક્લિક કરવાનું રહેશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Twitter users can now give reactions to the message just like Facebook Messenger users new feature has been added


from Divya Bhaskar https://ift.tt/30OJCas

No comments:

Post a Comment