Thursday, 23 January 2020

‘ઓપો F15’ સ્માર્ટફોનનું વેચાણ શરૂ થયું, કિંમત ₹ 19,990

ગેજેટ ડેસ્કઃ ચાઈનીઝ ટેક કંપની ઓપોએ તેના લેટેસ્ટ સ્માર્ટફોન ‘ઓપો F15’નું વેચાણ શરૂ કર્યું છે. આ ફોનની કિંમત 19,990 રૂપિયા છે. ફોનની ખરીદી ઇકોમર્સ વેબસાઈટ (એમેઝોન અને ફ્લિપકાર્ટ) અને કંપનીની ઓફિશિયલ વેબસાઈટ પરથી કરી શકાશે. ફોનનાં 8GB+ 128GB સિંગલ વેરિઅન્ટને લોન્ચ કરવામાં આવ્યું છે. ફોનમાં 4 રિઅર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે.

ફોનનાં લાઈટનિંગ બ્લેક અને યુનિકોર્ન વ્હાઇટ કલર વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યા છે. આ ફોનમાં 2 સિમ કાર્ડ સ્લોટ અને 1 મેમરી કાર્ડ સ્લોટ આપવામાં આવ્યો છે. સારી ફોટોગ્રાફીના એક્સપિરિયન્સ માટે ફોનમાં રિઅર અને ફ્રન્ટ બન્ને કેમેરામાં AI બ્યૂટીફિકેશન ફીચર આપવામાં આવ્યું છે.

સિક્યોરિટી માટે ફોનમાં ઈન ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે, જે 0.32 સેકન્ડમાં ફોન અનલોક કરે છે. ગેમિંગ લવર માટે ફોનમાં ગેમ બૂસ્ટ 2.0, ગેમિંગ વોઇસ ચેન્જર અને ઈન ગેમ નોઇસ કેન્સલેશન ઇફેક્ટ સહિતનાં ફીચર્સ આપવામાં આવ્યાં છે.


ઓફર

  • એમઝોન પરથી ફોનની ખરીદી એક્સિસ બેંકનાં ક્રેડિટ/ડેબિટ કાર્ડથી EMI દ્બારા કરવાથી 1500 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ સિવાય ‘નો કોસ્ટ EMI’ અને એક્ચેન્જ ઓફર ની પણ સુવિધા આપવામાં આવી રહી છે.
  • ફ્લિપકાર્ટ પરથી HDFC બેંકનાં ડેબિટ/ ક્રેડિટ કાર્ડથી EMI દ્વારા ફોનની ખરીદી પર 10%નું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.એક્સિસ બેંકનાં ક્રેડિટ કાર્ડથી ફોનની ખરીદી પર 5%નું કેશબેક પણ મળી રહ્યું છે. એક્ચેન્જ ઓફર હેઠળ 14050 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ પણ મળી રહ્યું છે.

‘ઓપો F15’નાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લેસાઈઝ 6.7 ઇંચ
ડિસ્પ્લે ટાઈપ ફુલ HD+ AMOLED (1080x2400) પિક્સલ
OS એન્ડ્રોઇડ 9 પાઈ વિથ ColorOS 6.1.2
પ્રોસેસર પ્રોસેસર ઓક્ટાકોર મીડિયાટેક હીલિયો P70
રિઅર કેમેરા 48MP (પ્રાઈમરી કેમેરા)+ 8MP (અલ્ટ્રાવાઇડ એંગલ લેન્સ) + 2MP (મેક્રો લેન્સ)+ 2MP (નાઈટ પોટ્રેટ લેન્સ)
ફ્રન્ટ કેમેરા 16MP
રેમ 8GB
સ્ટોરેજ 128GB (એક્સપાન્ડેબલ 256GB)
બેટરી 4,000mAh વિથ VOCC 3.0 ફાસ્ટ ચાર્જિંગ
વજન 172 ગ્રામ




Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Sales of 'Oppo F15' smartphones started, priced at ₹ 19,990


from Divya Bhaskar https://ift.tt/2NSHedy

No comments:

Post a Comment