
ગેજેટ ડેસ્કઃ અમેરિકાના લાસ વેગાસમાં દુનિયાના સૌથી મોટા કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ શૉ ‘CES 2020’ની શરૂઆત થશે. આ શૉ 7 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી સુધી ચાલશે. આ શૉમાં ભાગ લેવા માટે તેની ઓફિશિયલ વેબસાઈટ પર રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. શૉમાં 5G કનેક્ટિવિટી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઓગમેન્ટેડ રિયાલિટી, વર્ચ્યુઅલ રિયાલિટી, રોબોટિક્સ, સ્માર્ટ સિટી અને સ્પોર્ટ્સ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહેશે. આ શૉની શરૂઆત જૂન 1967થી થઈ હતી. કન્ઝ્યુમર ટેક્નોલોજી એસોસિએશન દ્વારા આ શૉનું આયોજન કરવામાં આવે છે.
આ શૉમાં 4500થી વધારે કંપનીઓ 36 અલગ અલગ કેટેગરીમાં તેમની અપકમિંગ પ્રોડક્ટ્સ રજૂ કરશે. તેમાં 3D પ્રિંન્ટિંગ, ડિજિટલ હેલ્થ, એજ્યુકેશન ડ્રોન્સ, લાઈફસ્ટાઈવ અને વીડિયો સામેલ છે. આ શૉમાં 160 દેશોમાંથી 1.70 લાખ લોકો હાજરી આપશે.
અમેઝફિટ સ્માર્ટ શૂઝ

નાઈકી અને એડિડાસ બ્રાન્ડ પછી અમેઝફિટ તેના સ્માર્ટ રનિંગ શૂઝ CES 2020માં રજૂ કરશે. આ શૂઝ કંપનીનાં રેગ્યુલર શૂઝનું સ્માર્ટ વર્ઝન હશે, જે બિલ્ટઈન સ્ટેપ ટ્રેકરથી સજ્જ હશે. આ સ્માર્ટ શૂઝ શાઓમીના સ્માર્ટ શૂઝને ટક્કર આપશે.
સેમસંગ બેઝલેસ ટીવી રજૂ કરશે

સાઉથ કોરિયાઈ ટેક કંપની સેમસંગ CES 2020માં દુનિયાનું પ્રથમ બેઝલલેસ (માત્ર સ્ક્રીનવાળું અને કોઈ પણ સપાટી વગરનું) સ્માર્ટ ટીવી રજૂ કરશે. આ ટીવી 8K રિઝોલ્યુશનને સપોર્ટ કરશે.મીડિયા રિપોર્ટ અનુસાર તેને Q900T અથવા Q950T નામથી લોન્ચ કરવામાં આવી શકે છે. આ ટીવીમાં ઈન-હાઉસ વન કનેક્ટ બોક્સ ડિઝાઇન મળશે, જે બિલ્ટ-ઈન ટીવી ટયુનરથી મીડિયા રિસીવ કરશે.
હુઆમી અમેઝફિટ ટી-રેક્સ સ્માર્ટવોચ રજૂ કરશે

શાઓમીના વિયરેબલ ડિવાઇસ બનાવતી બ્રાન્ડ હુઆમી 8 જાન્યુઆરીએ તેની પ્રોડક્ટ ‘અમેઝફિટ ટી-રેક્સ સ્માર્ટવોચ’ રજૂ કરશે. આ કંપનીની હેવી ડ્યુટી સ્માર્ટવોચ છે. તેનો ઉપયોગ એડવેન્ચર એક્ટિવિટીમાં કરી શકાય છે. આ સ્માર્ટ વોચ માઇનસ 40 ડિગ્રી સેલ્સિયસથી 70 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સુધી કાર્યરત રહી શકે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2MKQ9xe
No comments:
Post a Comment