
ગેજેટ ડેસ્ક: ટેક ન્યૂઝ આપતી ચાઈનીઝ વેબસાઈટ ટેના (TENAA)એ રેડમી K30 સ્માર્ટફોનને લિસ્ટેડ કર્યો છે. આ સ્માર્ટફોન 5G નેટવર્કને સપોર્ટ કરે છે. તેમાં રેમ 10GB હશે. રેડમી K30 અને રેડમી K30 5G સ્માર્ટફોન આ મહિને જ લોન્ચ થઈ શકે છે. આ સ્માર્ટફોન 6GB, 8GB અને 10GB રેમ ઓપ્શન અને 64GB, 128GB અને 256GB સ્ટોરેજમાં સ્પોટ થયો છે.
રેડમી K30 5Gને વેબસાઈટ પર મોડલ નંબર M2001G7AC સાથે સ્પોટ કર્યો છે. આ ફોન 10GB રેમ સાથે લોન્ચ થઈ શકે છે. કંપની તેને 256GB સ્ટોરેજ વેરિઅન્ટમાં ઓફર કરી શકે છે. જો કે, મોડલ પહેલાં સ્પોટ થયેલ મોડલથી તદ્દન અલગ છે. પહેલાં તે મોડલ નંબર M2001G7AE અને 12GB રેમ સાથે દેખાયો હતો.
રેડમી K30ની હાલનું વેરિઅન્ટ
ચીનના માર્કેટમાં હાલ રેડમી K30 8GB તેમ અને 256GB સ્ટોરેજની સાથે ઉપલબ્ધ છે, જે ટોપ એન્ડ વેરિઅન્ટ પણ છે. તેની કિંમત આશરે 29,100 રૂપિયા છે. જો કે તે 10GB અને 12GB રેમ વેરિઅન્ટમાં પણ લોન્ચ થઈ શકે છે.
રેડમી K30 5Gના એક્સપેક્ટેડ સ્પેસિફિકેશન
આ ફોનમાં 6.67-ઈંચ ફુલ-HD+ પંચહોલ ડિસ્પ્લે મળશે. તેમાં સ્નેપડ્રેગન 765G પ્રોસેસર પણ હશે. ફોનમાં હાઈબ્રિડ માઈક્રો SD કાર્ડ સ્લોટ મળશે જે
256 GB સુધીના કાર્ડને સપોર્ટ કરશે. તેમાં 4,500mAhની બેટરી છે અને 30 વૉટનું ચાર્જિંગ સપોર્ટ મળશે. આ કંપનીના MIUI 11 બેસ્ટ એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ સાથે રન કરશે.
ફોનમાં ક્વૉડ કેમેરા સેટઅપ હશે .તેમાં 64 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા, 5 મેગાપિક્સલ મેક્રો લેન્સ, 2 મેગાપિક્સલ ડેપ્થ સેન્સર અને 8 મેગાપિક્સલ કેમેરા હશે. સેલ્ફી માટે 20 મેગાપિક્સલ અને 2 મેગાપિક્સલનો ડ્યુઅલ ફ્રન્ટ કેમેરા મળશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/37pmWja
No comments:
Post a Comment