Monday, 27 January 2020

વિવોની સબ બ્રાન્ડ iQOO તેના 5G સ્માર્ટફોન સાથે આવતા મહિને ડેબ્યુ કરશે

ગેજેટ ડેસ્કઃ ચાઈનીઝ ટેક કંપની વિવો તેની સબ બ્રાન્ડ iQOOને ભારતમાં લોન્ચ કરવાની તૈયારીમાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર iQOO બ્રાન્ડ તેનો પ્રથમ 5G ફ્લેગશિપ સ્માર્ટફોન સાથે ભારતમાં ડેબ્યુ કરશે. હાલમાં આ બ્રાન્ડ માત્ર ચીનમાં કાર્યરત છે. કંપની તેને વર્લ્ડ વાઈડલોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. જોકે ભારતમાં આ બ્રાન્ડ સ્વતંત્ર બ્રાન્ડ તરીકે કાર્યરત રહેશે.

iQOO ઇન્ડિયાના માર્કેટિંગ ડિરેક્ટર ગગન અરોડાના જણાવ્યા અનુસાર આવતા મહિને કંપની તેનો પ્રથમ ફોન લોન્ચ કરશે. આ ફોનમાં ક્વૉલકોમ સ્નેપડ્રેગન 865 પ્રોસેસર, 5G સપોર્ટ અને લેટેસ્ટ બેટરી ટેક્નોલોજી આપવામાં આવશે. આ ફોનની કિંમત અફોર્ડેબલ હશે.

કંપનીની યોજના 1 વર્ષમાં 10 લાખ યુનિટ્સ વેચવાની છે. બેંગલુરુમાં 80 લોકોના સ્ટાફ સાથે કંપનીની પ્રથમ ઓફિસ શરૂથશે. ફોનનું ઉત્પાદન વિવોના નોઈડા અને ઉત્તર પ્રદેશ સ્થિત પ્લાન્ટમાં થશે.

ટેક ફર્મ કાઉન્ટર પોઇન્ટના રિપોર્ટ અનુસાર વર્ષ 2019ના ચોથા ત્રિમાસિકગાળામાં સ્માર્ટફોન માર્કેટ શેરમાં 21% શેર સાથે બીજા ક્રમાંકે હતી અને 27% શેર સાથે સેમસંગ કંપની ત્રીજા સ્થાને છે.વિવોએ વર્ષ 2019માં યર ઓન યર 76% અને ચોથા ત્રિમાસિકગાળામાં 134% વૃદ્ધિ હાંસલ કરી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતીકાત્મક ફોટો


from Divya Bhaskar https://ift.tt/36vkFT1

No comments:

Post a Comment