ગેજેટ ડેસ્કઃ ભારતીય સ્માર્ટફોન યુઝર્સ ટૂંક સમયમાં સ્વદેશી GPS ‘NaVIC’ની સુવિધાઓનો લાભ ઊઠાવી શકશે. ISRO (ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન) અને ચાઈનીઝ ટેક કંપની શાઓમીવચ્ચે ‘NaVIC’ ચિપસેટને લઈને વાતચીત ચાલી રહી છે.
ISROના જણાવ્યા અનુસાર, ‘NaVIC’ ચિપસેટનું નિર્માણ અમેરિકાની મેન્યુફેકસચરિંગ કંપની કવૉલકોમ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ ટેક્નોલોજી ભારતીય યુઝર્સને નેવિગેશનની તમામ પ્રકારની ચોક્કસ જાણકારી આપશે અને ભારતીય સીમાથી જોડાયેલા 1500 કિલોમીટર સુધીના વિસ્તારોની પણ વિસ્તૃતમાં ભૌગોલિક માહિતી આપશે.
ISROના જણાવ્યા અનુસાર, કવૉલકોમ કંપનીએ જાહેર કર્યું છે કે, તેનાં ચિપસેટમાં ‘NaVIC’ ફીચર ઉમેરવામાં આવ્યું છે તેને ટૂંક જ સમયમાં રિલીઝ કરવામાં આવશે. કવૉલકોમ કંપનીએ આ ચિપસેટ માટે ચાઈનીઝ ટેક કંપની શાઓમી સાથે ભાગીદારી કરી છે. શાઓમી ટૂંક સમયમાં ‘NaVIC’ ચિપસેટ ધરાવતા સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કરશે.
IRNSS (ઇન્ડિયન રીઝનલ નેવિગેશન સેટેલાઈટ સિસ્ટમ)નું સંક્ષિપ્ત નામ ‘NaVIC’ છે. ISROના જણાવ્યા અનુસાર ‘NaVIC’ને જમીન, હવા અને સમુદ્રી વિસ્તારોના નેવિગેશન, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, વાહન ટ્રેકિંગ અને ફ્લીટ (વિવિધ પ્રકારના વાહનો) મેનેજમેન્ટ સહિત મોબાઈલ ફોન સાથેના એકીકરણ માટે વિકસાવવામાં આવ્યું છે.
આ સિસ્ટમ યુઝર્સને સ્ટાન્ડર્ડ પોઝિશનિંગ સર્વિસ (SPS) અને રિસ્ટ્રિક્ટેડ સર્વિસ આપે છે, જે માત્ર ઓથોરાઈઝ્ડ યુઝરને ઈન્ક્રિપ્ટેડ સર્વિસનાં માધ્યમથી મળે છે. ‘NaVIC’ પ્રાઈમરી સર્વિસ એરિયાના 20 મીટર ક્ષેત્રની તમામ જાણકારી અને ચોક્કસ પોઝિશન જણાવે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2MNCPbh
No comments:
Post a Comment