ગેજેટ ડેસ્કઃ સોશિયલ મીડિયા, ગેમિંગ સહિતની વિવિધ એપ્સ ડાઉનલોડ કર્યા પછી યુઝર તેની કોલ, કેલેન્ડર, કેમેરા એક્સેસ જેવી અન્ય પરમિશનને ઓકે કરી તેનો એક્સેસ આપી દેતા હોય છે. એપ્સને આ પરમિશન આપવાથી હેકર સરળતાથી તમારો પર્સનલ ડેટા હેક કરી શકે છે. સાયબર સિક્યોરિટી ફર્મ કેસપર્સના રિપોર્ટ મુજબ, એપ્સને આપવામાં આવતી પરમિશનથી હેકર્સ યુઝર્સની તમામ ગતિવિધિઓ પર નજર રાખી શકે છે.
એપને પરમિશન આપવાથી એપ ઓનર (માલિક) યુઝરના ડેટાનો સરળતાથી એક્સેસ કરી શકે છે અને જરૂરત પડે તો તે ડેટાને અન્ય ફર્મ અથવા જગ્યાએ ઉપયોગ પણ કરી શકે છે. આ સિવાય એપ્સ ઓનર તેને પોતાના સર્વર પર અપલોડ પણ કરી શકે છે. તેથી આ રિપોર્ટ તૈયાર કરવામાં સામેલ ટેક નિષ્ણાતો મુજબ કોઈ પણ એપને પરમિશન આપતા પહેલાં એક વાર જરૂર વિચાર કરવો જોઈએ.
રિપોર્ટમાં ઉદાહરણ આપીને સમજાવ્યું છે કે, ગેમિંગ એપને તમારા કોનેક્ટ અને કેમેરા એક્સેસની કોઈ આવશ્યકતા હોતી નથી અને મેસેન્જર એપને તમારા લોકેશનની કોઈ આવશ્યકતા હોતી નથી. ટ્રેન્ડી કેમેરા ફિલ્ટર્સ એપને યુઝરની કોલ હિસ્ટ્રી સાથે કોઈ સબંધ જ નથી હોતો તેમ છતાં એપ્સ જરૂર વગરની કેટલીક પરમિશન માગતી હોય છે જેને યુઝર સમજ્યા વગર ઓકે કરી દે છે.
SMS
SMS, MMS અને સ્માર્ટફોનની મેમરીમાં જઈને મેસેજ જોવાની પરમિશન માગતી એપ્સ તમારા મોબાઈલ પર આપતા વન ટાઈપ પાસવર્ડને પણ જોઈ શકે છે. હેકર્સ તેનો એક્સેસ કરીને યુઝરની પ્રીમિયમ સર્વિસમાં સાઈન અપ કરી શકે છે.
કેલેન્ડર
હેકર્સ કેલેન્ડર પરમિશનને ખૂબ પસંદ કરતા હોય છે. વ્યૂ, ડિલીટ, મોડીફાઇ અને એડ ઈવેન્ટ્સ કેલેન્ડર જેવી પરમિશનનાં માધ્યમથી હેકર્સ કેલેન્ડર સિવાય યુઝરના ભવિષ્યના પ્લાન વિશે માહિતી મેળવીને તેનો ફાયદો ઊઠાવી શકે છે.
કેમેરા
ફોટો અને વીડિયો રેકોર્ડ કરવા માટે એપને કેમેરા એક્સેસની પરમિશનની આવશ્યકતા હોય છે પરંતુ કોઈ સંવેદનશીલ એપને કેમેરા એક્સેસ પરમિશન આપવામાં આવે તો તે યુઝરની પરમિશન વગર ફોટો કેપ્ચર કરી શકે છે અને વીડિયો રેકોર્ડ પણ કરી શકે છે.
કોન્ટેક્ટ
કોઈ પણ એપને રીડ, ચેન્જ, એડ કોન્ટક્સ ઈન એડ્રેસ બુક અને સ્માર્ટફોન રજિસ્ટર્ડ અકાઉન્ટના એક્સેસની પરમિશન આપવાથી પણ યુઝરને નુકસાન થઈ શકે છે. એપ્સ યુઝરના કોન્ટેક્ટ્સની તમામ માહિતી તેના સર્વર પર ટ્રાન્સફર કરી શકે છે અને તેનો દૂરઉપયોગ કરી શકે છે. આ પરમિશનનાં માધ્યમથી હેકર્સ સોશિયલ મીડિયા અકાઉન્ટની જાણકારી પણ હેક કરી શકે છે.
ફોન
એપને ફોન એક્સેસ પરમિશન આપવાથી તે એપ યુઝરની કોલ હિસ્ટ્રી જોઈ શકે છે અને તેમાં ફેરફારો પણ કરી શકે છે આ ઉપરાંત યુઝરના કોન્ટેક્ટ્સ નંબર, સેલ્યુલર નેટવર્ક ડેટા અને આઉટ ગોઈંગ કોલનું સ્ટેટ્સ પણ જોઈ શકે છે. આ પરમિશનથી હેકર્સ યુઝરના કોન્ટેક્ટ્સ લિસ્ટમાં રહેલાં લોકોને ફોન કરીને હેરાન કરી શકે છે અને તેમના ઇનકમિંગ કોલ્સને અન્ય મોબાઈલ નંબર પર ડાયવર્ટ કરી શકે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2syBiPP
No comments:
Post a Comment