ગેજેટ ડેસ્ક: સાઉથ કોરિયન ટેક કંપની ભારતના માર્કેટમાં આવતીકાલે એટલે કે 23 જાન્યુઆરીએ પોતાનો નેક્સ્ટ પ્રીમિયમ સ્માર્ટફોન ગેલેક્સી S10 લાઈટ લોન્ચ કરવાની છે. કંપનીએ હજુ થોડા દિવસ પહેલાં ગેલેક્સી નોટ 10 લાઈટ સ્માર્ટફોનને ગ્લોબલી લોન્ચ કર્યો હતો. ભારતમાં ગેલેક્સી S10 લાઈટનું વેચાણ ફ્લિપકાર્ટ પર થશે. ફ્લિપકાર્ટે હાલ ફોનનું ટીઝર પેજ પણ જાહેર કર્યું છે, જેમાં ભારતમાં મળનારા ફોનના વેરિઅન્ટ, ફીચર્સ અને સ્પેસિફિકેશનની જાણકારી આપી છે.સેમસંગ ઈન્ડિયાએ પણ ટ્વિટર પર ટીઝર લોન્ચ કર્યું છે
#GalaxyS10Lite is coming to India! Catch the LIVE webcast on 23rd January at 12 pm. Available on Flipkart, Samsung India and leading retail stores. To get notified, head over to Flipkart: https://t.co/FrZiQk5ffa or visit: https://t.co/igBxgCjMJT pic.twitter.com/L2sL00m4qt
— Samsung India (@SamsungIndia) January 21, 2020
ફોનમાં સામેલ મેક્રો લેન્સથી 4 સે.મીના અંતરથી પણ કીડી જેટલા નાનકડાં ઓબ્જેક્ટનો ક્રિસ્ટલ ક્લિઅર ફોટો ક્લિક કરી શકાય છે. આ ફોનમાં યુઝર્સને 4500 mAhની બેટરી મળશે, જે 30 મિનિટમાં જ ફુલ ચાર્જ થઈ જશે. ફુલ ચાર્જ થાય પછી ફોન 2 દિવસ સુધી બેટરી બેકઅપ આપશે.
ફ્લિપકાર્ટ પર જાહેર કરેલ ટીઝર પેજ પ્રમાણે ફોનના સ્પેસિફિકેશન
| ડિસ્પ્લે સાઈઝ | 6.7 ઈંચ |
| ડિસ્પ્લે ટાઈપ | ફુલ એચડી પ્લસ, સુપર AMOLED, ઇન્ફિનિટી-ઓ-ટચસ્ક્રીન |
| રિઅર કેમરા | ટ્રિપલ કેમેરા સેટઅપ, 5 મેગાપિક્સલ (મેક્રો લેન્સ)+ 48 મેગાપિક્સલ (સુપર સ્ટેડી)+ 12 મેગાપિક્સલ (અલ્ટ્રા-વાઈડ) |
| ફ્રન્ટ કેમેરા | 32 મેગાપિક્સલ |
| પ્રોસેસર | સ્નેપડ્રેગન 855 ઓક્ટા-કોર |
| રેમ | 8 GB |
| સ્ટોરેજ | 128 GB |
| OS | એન્ડ્રોઇડ 10 |
| કનેક્ટિવિટી | વાઈ-ફાઈ 802.11, જીપીએસ, યુએસબી ટાઈપ-સી પોર્ટ |
| સિમ ટાઈપ | ડ્યુઅલ નેનો સિમ |
| બેટરી | 4500 mAh |
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2G9na2B
No comments:
Post a Comment