
ગેજેટ ડેસ્કઃ અમેરિકાની સોશિયલ મીડિયા અને ટેક્નોલોજી કંપની ફેસબુક એક પ્રોગ્રામ હેઠળ યુઝર્સને વોઇસ રેકોર્ડિંગ કરવા બદલ પૈસા આપશે. આ વોઇસ રેકોર્ડિંગનો ઉપયોગ કંપની તેના ‘Pronunciations’ નામના પ્રોજેક્ટમાં કરશે. આ પ્રોજેક્ટ ફેસબુક વ્યૂપોઈન્ટ્સ એપ પર કાર્યરત છે. ફેસબુકના બ્લોગ પોસ્ટ પર આ માહિતી આપવામાં આવી છે. રેકોર્ડિંગનો ઉપયોગ કંપનીની પ્રોડક્ટ્સ અને સર્વિસને વધારે સારી કરવા માટે થશે.
આ પ્રોગ્રામ હેઠળ ફેસબુક યુઝરને ‘Hey Portal’ પછી તેમના ફ્રેન્ડ લિસ્ટમાં સામેલ ફ્રેન્ડ્સના નામ રેકોર્ડ કરવાનું કહેવામાં આવશે. યુઝર્સે 10 ફ્રેન્ડના નામ બોલવાના રહેશે. આ રીતે 1 સેટ પૂરો કરવા પર યુઝરના વ્યૂપોઈન્ટ્સ એપમાં 200 પોઈન્ટ્સ મળશે. કુલ 1000 પોઈન્ટ્સ કલેક્ટ કરવા પર યુઝરનાં અકાઉન્ટમાં $5 (આશરે 360 રૂપિયા) ટ્રાન્સફર થશે.
જોકે હાલ વ્યૂપોઈન્ટ્સ માત્ર અમેરિકામાં કાર્યરત છે. તેને માત્ર 18 વર્ષથી વધુ વયની ઉંમરના લોકો વાપરી શકે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2vT7AWR
No comments:
Post a Comment