
ગેજેટ ડેસ્કઃ વર્ષ 2020માં 5G ટેક્નોલોજીયુક્ત સ્માર્ટફોન ટ્રેન્ડિંગ પર છે. ભારતમાં પણ 5G સ્માર્ટફોન લોન્ચ થવાની શરૂઆત થઇ ચૂકી છે. રિઅલમી ‘રિઅલમી X50 પ્રો 5G’ અને iQOO3 સ્માર્ટફોન 5G સ્માર્ટફોનના પાયોનિઅર બન્યા છે. શાઓમી પણ ટૂંક સમયમાં તેનો 5G સ્માર્ટફોન લોન્ચ કરશે. પરંતુ ભારતમાં અત્યાર સુધી 5G સર્વિસ જ શરૂ નથી થઈ. આ વર્ષે અથવા વર્ષ 2021માં ભારતમાં 5G સર્વિસ શરૂ થઈ શકે છે.
5G સર્વિસ જ નહીં તો સ્માર્ટફોન કેમ?

આ વિશે ટેક્નોલોજિસ્ટ બાલેન્દુ શર્મા દાધિચ જણાવે છે કે સ્માર્ટફોન મેકર ગ્લોબલ માર્કેટને ધ્યાનમાં રાખીને પ્રોડક્ટ લોન્ચ કરે છે. ભારતમાં ભલે 5G સર્વિસ શરૂ ન થઈ હોય પણ ચીન સહિતના દેશોમાં આ સર્વિસ કાર્યરત છે. ફોન મેકર્સે માત્ર પ્રોડક્ટ્સના હાર્ડવેરમાં જ ફેરફાર લાવવાનો હોય છે. ગમે ત્યારે ભારતમાં 5G સર્વિસ તો શરૂ થવાની જ છે. ત્યારે યુઝર્સે પોતાનો હેન્ડસેટ બદલવાની જરૂર નહીં પડે. 2G, 3G અને 4G સમયે પણ કંપનીઓએ આ વલણ અપનાવ્યું હતું. ફોન મેકર્સ વચ્ચે ટેક્નોલોજી અને ફીચર્સને લઇ ભારે કોમ્પિટિશન ચાલી રહ્યું છે તેવામાં કંપનીએ પ્રોડક્ટ્સ વેચવા માટે લેટેસ્ટ ટેક્નોલોજી બતાવી જરૂરી બને છે.
5G સર્વિસમાં ભારત

શાઓમી, રિઅલમી, iQOO, સેમસંગ સહિત અનેક કંપનીઓ 5G સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કરશે. રિલાયન્સ જિઓના જણાવ્યા અનુસાર અત્યારે દેશમાં કેટલીક જગાએ 4G નેટવર્ક પણ યોગ્ય રીતે કાર્યરત નથી. તેવામાં પહેલાં 4G સર્વિસ સંપૂર્ણ રીતે કાર્યરત બને તે લક્ષ્ય છે. જિઓની 5Gનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર છે.
ઘણા દેશોમાં 5G સર્વિસની સુવિધા

ચીનનું વુઝેન શહેર દુનિયાનું પ્રથમ ટાઉન બન્યું છે જ્યાં દરેક ખૂણે 5G નેટવર્ક કાર્યરત છે. અહીં ઇન્ટરનેટ 4Gની સરખામણીએ 100 ગણું વધારે ઝડપી કાર્ય કરે છે. આ શહેરમાં કોઈ પણ ખૂણે બેઠેલો વ્યક્તિ 1 સેકન્ડમાં 1.7GBની મૂવી ડાઉનડલોડ કરી શકે છે.
5G સર્વિસના ફાયદા
આ સર્વિસમાં 4Gની સરખામણીએ ઈન્ટરેન્ટની સ્પીડ 100 ગણી વધી જાય છે. 5G પર ઈન્ટરેન્ટ સ્પીડ 10,000 Mbps હોય છે. 5G સર્વિસમાં સુપર ફાસ્ટ ઇન્ટરનેટ સાથે વીડિયો કોલિંગ, ડેટા કોલિંગ સહિતની સર્વિસ મળે છે. ભવિષ્યમાં સ્માર્ટ સિટી, સ્માર્ટ હોમ, સ્માર્ટ સિક્યોરિટી , સ્માર્ટ કાર, સ્માર્ટ બાઈકની ટેક્નોલોજીમાં 5G સ્પીડની આવશ્યકતા રહેશે.

1Gથી 5G નેટવર્ક
1G : ફોન કોલ્સ
2G : ફોન કોલ્સ, ટેક્સ્ટ
3G : ફોન કોલ્સ, ટેક્સ્ટ,ઈન્ટરેન્ટ
4G : ફોન કોલ્સ, ટેક્સ્ટ,ઈન્ટરેન્ટ, વીડિયો કોલિંગ
5G : ફોન કોલ્સ, ટેક્સ્ટ,ઈન્ટરેન્ટ,અલ્ટ્રા HD, 3D વીડિયો, સ્માર્ટ હોમ
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3c2eUjw
No comments:
Post a Comment