
ગેજેટ ડેસ્કઃ ફોટો અને વીડિયો શેરિંગ સોશિયલ નેટવર્કિંગ સર્વિસ ઇન્સ્ટાગ્રામમાં ટૂંક સમયમાં નવું ફીચર ઉમેરવામાં આવશે. આ ફીચરની મદદથી યુઝર તેમનાં અકાઉન્ટમાંથી ફોલોઅરની લિસ્ટમાંથી નાપસંદ ફોલોઅરને રીમૂવ કરી શકશે. જોકે આ ફીચર iOS પર હાલ કાર્યરત છે. તેને ટૂંક સમયમાં એન્ડ્રોઇડ માટે લોન્ચ કરવામાં આવશે. ટેક એન્જિનિઅર જેન મનશુન વોન્ગે ટ્વીટ કરીને આ માહિતી આપી છે.
Instagram is working on the ability to remove followers on their profiles pic.twitter.com/VGBxO0oA1H
— Jane Manchun Wong (@wongmjane) February 22, 2020
આ ફીચરની મદદથી યુઝર તેની પ્રોફાઇલમાંથી મેન્યુઅલી ફોલોઅર લિસ્ટને કન્ટ્રોલ કરી શકશે. તેના માટે યુઝરે ફોલોઅર લિસ્ટમાંથી રીમૂવ કરનારની પ્રોફાઈલમાં જઈ રોપ રાઈટ કોર્નર પર શૉ થતા 'Remove Follower' ઓપ્શનને સિલેક્ટ કરવાનું રહેશે. તાજેતરમાં કોઈ યુઝરને ફોલોઅર લિસ્ટમાંથી રીમૂવ કરવા માટે પોતાની ફોલોઅર લિસ્ટમાં જઈને મેન્યુઅલી અન્ય યુઝરનું નામ શોધી તેને લિસ્ટમાંથી રીમૂવ કરવું પડે છે. અથવા તે ફોલોઅરને બ્લોક કરી ફરી અનબ્લોક કરવો પડે છે.
આ ફીચર ક્યારે લોન્ચ કરવામાં આવશે તેની ઇન્સ્ટાગ્રામે કોઈ સ્પષ્ટતા કરી નથી. આ અગાઉ ઇન્સ્ટાગ્રામમાં નવું ફીચર ઉમેરવામાં આવ્યું હતું. તેની મદદથી યુઝર અન્ય યુઝર માટે તેની ન્યૂઝ ફીડમાં પ્રાયોરિટી પસંદ કરી શકે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/32p0l50
No comments:
Post a Comment