Monday, 24 February 2020

ભારતનો પ્રથમ 5G સ્માર્ટફોન ‘રિઅલમી X50 પ્રો 5G’ લોન્ચ થયો, પ્રારંભિક કિંમત ₹ 44,999

ગેજેટ ડેસ્કઃ ચાઈનીઝ ટેક કંપની રિઅલમીએ ભારતનો પ્રથમ 5G અને તેનો ફ્લેગશિપ સ્માર્ટફોન ‘રિઅલમી X50 પ્રો 5G’ ભારતમાં લોન્ચ કર્યો છે. તેનાં બેઝિક વેરિઅન્ટની કિંમત 37,999 રૂપિયા છે. ફોનમાં 90Hz રિફ્રેશ રેટવાળી AMOLED LCD ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોનમાં રિઅલમી UI ઓપરેટિંગ સિસ્ટમ અને ક્વૉલકોમ સ્નેપડ્રેગન 855+ પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોનમાં ડ્યુઅલ સિમ 5G/4G સપોર્ટ આપવામાં આવ્યો છે. ફોનનાં રસ્ટ રેડ અને મોસ ગ્રીન કલર વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યાં છે. ફોનનું વેચાણ સોમવારે સાંજે 6 વાગ્યાથી ફ્લિપકાર્ટ અને કંપનીની ઓફિશિયલ વેબસાઈટ પર શરૂ કરવામાં આવશે.

વેરિઅન્ટ અને કિંમત
12GB + 256GB: 44,999 રૂપિયા
8GB + 128GB: 39,999 રૂપિયા
6GB + 128GB: 37,999 રૂપિયા

‘રિઅલમી X50 પ્રો 5G’નાં બેઝિક ફીચર્સ

  • ફોનમાં 3D AG ગ્લાસ આપવામાં આવ્યાં છે.
  • ફોનમાં વાઈફાઈ 6 ટેક્નોલોજી આપવામાં આવી છે, જે 5G કરતાં 40% ઝડપી ડાઉનલોડ સ્પીડ ધરાવે છે.
  • ફોનમાં હાઈ એફિસિયન્સી VC કૂલિંગ સિસ્ટમ આપવામાં આવી છે.
  • ફોન 35 મિનિટમાં ફુલ ચાર્જ થાય છે. 3 મિનિટનાં ચાર્જિંગ પર ફોન 100 મિનિટ મૂવી, 4 કલાક કોલિંગ અને 40 સોન્ગ પ્લેનું બેકઅપ આપે છે.
  • સિક્યોરિટી માટે ફોનમાં ઈન ડિસ્પલે ફિંગર પ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે, જે 0.27 સેકન્ડમાં ફોન અનલોક કરે છે.

‘રિઅલમી X50 પ્રો 5G’નાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લે સાઈઝ 6.44 ઇંચ
ડિસ્પ્લે ટાઈપ ફુલ HD સુપર AMOLED (2400X1080 પિક્સલ)
OS રિઅલમી UI વિથ એન્ડ્રોઈડ 10
પ્રોસેસર સ્નેપડ્રેગન 855+
રિઅર કેમેરા 64MP+ 12MP (ટેલિફોટો લેન્સ) + 8MP (અલ્ટ્રા વાઈડ+મેક્રો લેન્સ) + પોટ્રેટ લેન્સ
ફ્રન્ટ કેમેરા 32MP (વાઈડ એંગલ લેન્સ)+ 8MP (અલ્ટ્રા વાઈડ એંગલ લેન્સ)
રેમ 6GB/8GB/12GB
સ્ટોરેજ 128GB/256GB
બેટરી 4200 mAh વિથ 60 વૉટ ફાસ્ટ ચાર્જિંગ


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
India's first 5G smartphone 'Realme X50 Pro 5G' launches, starting price ₹ 44,999


from Divya Bhaskar https://ift.tt/2Pn4kdk

No comments:

Post a Comment