Monday, 24 February 2020

સોશિયલ મીડિયા પર હેશટેગ ‘GoBackTrump’ હેશટેગ ટ્રેન્ડ કરી રહ્યું છે, કેટલાક અમેરિકન્સે કહ્યું- ભારતથી પરત ન આવતા

ગેજેટ ડેસ્કઃ અમેરિકન રાષ્ટ્ર્પતિ ટ્રમ્પફર્સ્ટ લેડી મેલાનિયા અને તેમની દીકરી ઇવાન્કા સાથે ભારતના પ્રવાસે છે. પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી તમામ પ્રોટોકોલ તોડીને પોતે ટ્રમ્પ પરિવારના સ્વાગત માટે એરપોર્ટ પર પહોંચ્યા હતા. દિગ્ગ્જ નેતાઓએ સાબરમતી આશ્રમની મુલાકાત લઇ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ પણ આપી હતી. ત્યારબાદ દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ સરદાર પટેલ સ્ટેડિયમમાં ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમ યોજાયો હતો. અમેરિકન રાષ્ટ્પતિના આ કાર્યક્રમને હાઉડી મોદી કાર્યક્રમ સાથે સરખાવવામાં આવી રહ્યો છે. પરંતુ સોશિયલ મીડિયા પર અમેરિકન રાષ્ટ્રપતિ પર ટ્રોલ્સનો વરસાદ થયો છે. દેશમાં સવારથી જ ‘GoBackTrump’હેશટેગ ટ્રેન્ડ કરી રહ્યું છે. કેટલાક અમેરિકન યુઝર્સ ટ્રમ્પને ભારતમાં કાયમી રોકાણ કરવાની સલાહ આપી રહ્યા છે.

ટ્રેન્ડિંગ હેશટેગ
બપોરે 4:30 વાગ્યા સુધીમાં GoBackTrumpહેશટેગ પર 95.7K ટ્વીટ્સ, NamasteyTrump હેશટેગ પર 95.2K ટ્વીટ્સ, TrumpInIndiaહેશટેગ પર 1.07 લાખ ટ્વીટ્સ અને IndiaWelcomesTrump હેશટેગ પર 65.8K ટ્વીટ્સ થયા છે. ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમમાં ટ્રમ્પે ઇસ્લામિક ટેરરિઝમનો ઉલ્લેખ કરતાં નવો હેશટેગ Radical Islamic Terrorism હેશટેગ પણ ટ્રેન્ડિંગમાં છે. આ ટ્રેન્ડ પર 37.1K ટ્વીટ્સ થઈ ચૂક્યા છે.

ટ્રોલિંગ
સોશિયલ મીડિયા પર યુઝર્સ અમદાવાદની ઝૂંપડપટ્ટીઓને છૂપાવવા માટે બનાવેલી દીવાલનો ફોટો શેર કરી ગુજરાતના વિકાસ મોડલ વિશે કમેન્ટ્સ કરી રહ્યા છે. કેટલાક યુઝર્સનું કહેવું છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે અમેરિકામાં રાજકીય રીતે પોતાનું કદ મોટું કરવા માટે ભારત પાસેથી કરોડો રૂપિયાનો ખર્ચો કરાવ્યો છે.

ટ્વિટર પર યુઝર્સે કરેલા કેટલાક ટ્વીટ્સ



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પના ભારત આગમન સાથે જ સોશિયલ મીડિયા પર GoBackTrump હેશટેગ સાથે આવા મીમ્સ, કાર્ટૂન અને મેસેજ વાઈરલ થઈ રહ્યા છે.


from Divya Bhaskar https://ift.tt/39YOsW7

No comments:

Post a Comment