Sunday, 2 February 2020

શાઓમીના અપકમિંગ સ્માર્ટફોન ‘Mi 10 પ્રો’નાં સ્પેસિફિકેશન લીક થયાં

ગેજેટ ડેસ્કઃ ચાઈનીઝ ટેક કંપની શાઓમી તેના અપકમિંગ સ્માર્ટફોન ‘Mi 10 પ્રો’ને માર્ચ મહિના સુધીમાં લોન્ચ કરવાની તૈયારીમાં છે. લોન્ચિંગ પહેલાં સ્માર્ટફોનનાં સ્પેસિફિકેશન લીક થયાં છે. ચાઈનીઝ ટેક પ્લેટફોર્મ વીબો પર ફોનનાં એક સ્ક્રીનશોર્ટને શેર કરવામાં આવ્યો છે. તે મુજબ ફોનમાં 16GBની રેમ આપવામાં આવશે. અત્યારસુધી બજારમાં માત્ર 12GBની રેમ ધરાવતા જ સ્માર્ટફોન લોન્ચ થયા છે. જો ફોનમાં 16GBની રેમ મળશે તો તે પ્રથમ સ્માર્ટફોન બનશે.

વીબો વેબસાઈટ પર શેર કરવામાં આવેલા સ્ક્રીનશોર્ટ મુજબ ફોનમાં 6.4 ઇંચની ફુલ HD+ની ડિસ્પ્લે આપવામાં આવશે. તેનું રિઝોલ્યુશન 1080x2080 પિક્સલ હશે. ફોનમાં ક્વૉલકોમ સ્નેપડ્રેગન 865 પ્રોસેસર મળશે. ફોનમાં 512GBનું ઇન્ટર્નલ સ્ટોરેજ આપવામાં આવશે.

લીક તસવીર અનુસાર ફોનમાં 108MP+ 16MP +12MP+ 5MPનું રિઅર કેમેરા સેટઅપ મળશે. સેલ્ફી અને વીડિયો કોલીંગ માટે ફોનમાં 16MPનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવશે. ન શોર્ટ મુજબ ફોનમાં 5,250 mAhની બેટરી મળશે. ફોનમાં શાઓમીની લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ 11.20.1.21 મળશે. જોકે ફોનનાં સ્પેસિફિકેશન અને આ લીક વિશે કંપનીએ કોઈ સ્પષ્ટતા કરી નથી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Specifications of Xiaomi's upcoming smartphone 'Mi 10 Pro' leaked
વીબો વેબસાઈટ પર શેર કરવામાં આવેલો સ્ક્રીનશોર્ટ


from Divya Bhaskar https://ift.tt/2SogrYn

No comments:

Post a Comment