Saturday, 1 February 2020

કેપ્ટ્ન અમેરિકા કોડનેમ ધરાવતા નોકિયાના અપકમિંગ સ્માર્ટફોનની તસવીરો લીક થઈ

ગેજેટ ડેસ્કઃ નોકિયા કંપની 23 ફેબ્રુઆરીએ MWC 2020માં એક ઇવેન્ટ યોજવાની તૈયારીમાં છે. આ ઇવેન્ટમાં કંપની અનેક સ્માર્ટફોન્સ અને તેની ટેક્નોલોજી રજૂ કરી શકે છે. લોન્ચિંગ પહેલાં કેપ્ટ્ન અમેરિકા ફોનની તસવીરો લીક થઇ છે. નોકિયાના અપકમિંગ સ્માર્ટફોન ‘નોકિયા 5.2’ને કેપ્ટ્ન અમેરિકા કોડનેમ આપવામાં આવ્યું છે.

ટેક ટિપ્સટર ઈવાન બ્લાસે આ ફોનની તસવીરો લીક કરી છે. આ તસવીરો મુજબ ફોનનો લુક નોકિયા 6.2 અને નોકિયા 4.2 જેવો જ છે. ફોનમાં થિન બેઝલ આપવામાં આવશે. ફોનની ટોપ બેઝલમાં ફ્રન્ટ કેમેરા અને બોટમ બેઝલમાં કંપનીનું બ્રાન્ડિંગ કરવામાં આવ્યું છે. ફોનની જમણી બાજુની સાઈડમાં વોલ્યુમ અને પાવર બટન આપવામાં આવ્યું છે.

તસવીરો મુજબ ફોનમાં ચાર રિઅર કેમેરા આપવામાં આવશે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ફોનમાં 6GBની રેમ અને 64GBનું ઇન્ટર્નલ સ્ટોરેજ આપવામાં આવશે. ફોનની કિંમત 13,000 રૂપિયાની આસપાસ હોઈ શકે છે. જોકે કંપનીએ ફોનનાં સ્પેસિફિકેશન અને કિંમત વિશે કોઈ સ્પષ્ટતા કરી નથી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Photos of Nokia's upcoming smartphone Captain America codename leaked


from Divya Bhaskar https://ift.tt/36R8jom

No comments:

Post a Comment