Tuesday, 25 February 2020

હુવાવેનાં ફોલ્ડેબલ સ્માર્ટફોનનું અપગ્રેડેડ વર્ઝન ‘મેટ Xs’ લોન્ચ થયું

ગેજેટ ડેસ્કઃ ચાઈનીઝ ટેક કંપની હુવાવેએ તેના ફોલ્ડેબલ ફોનનું અપગ્રેડેડ વર્ઝન ‘મેટ Xs’ ચીનમાં લોન્ચ કર્યું છે. આ ફોનમાં કિરિન 990 પ્રોસેસર અને એન્ડ્રોઇડ બેઝ્ડ EMUI 10 ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવી છે. આ ફોનની ડિસ્પ્લે ફોનની ચારે તરફ છે. ફોનને અનફોલ્ડ કરવા સ્ક્રીનની સાઈઝ 8 ઇંચની થાય છે. આ ફોન 5G સપોર્ટ કરે છે.

ફોનની કિંમત 2,499 યુરો (આશરે 1.93 લાખ રૂપિયા) છે. ચીનમાં ફોનનું વેચાણ માર્ચ મહિનાથી શરૂ કરવામાં આવશે. જોકે ભારતમાં તેને ક્યારે અને કઈ કિંમત સાથે લોન્ચ કરવામાં આવશે તેની કંપનીએ કોઈ સ્પષ્ટતા કરી નથી. ફોનમાં સરાઉન્ડેડ ડિસ્પ્લે હોવાથી ફોનમાં ફ્રન્ટ કેમેરા નહીં મળે.


હુવાવે ‘મેટ Xs’નાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લે સાઈઝ 8 ઇંચ
ડિસ્પ્લે ટાઈપ ફુલ HD+ (2200x2480 પિક્સલ)
OS એન્ડ્રોઇડ બેઝ્ડ EMUI 10
પ્રોસેસર કિરિન 990
રિઅર કેમેરા 40MP + 16MP + 8MP + ToF
રેમ 8GB
સ્ટોરેજ 512GB
બેટરી 4500mAh વિથ 55 વૉટ ફાસ્ટ ચાર્જિંગ




Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
An upgraded version of Huawei's foldable smartphone launches 'Mate Xs'


from Divya Bhaskar https://ift.tt/2T0vFEp

No comments:

Post a Comment