Tuesday, 25 February 2020

સેમસંગનો ‘ગેલેક્સી M31’ સ્માર્ટફોન લોન્ચ થયો, પ્રારંભિક કિંમત ₹ 14,999

ગેજેટ ડેસ્કઃ કોરિયન ટેક જાયન્ટ સેમસંગે તેનો M સિરીઝનો લેટેસ્ટ સ્માર્ટફોન ‘ગેલેક્સી M31’ ભારતમાં લોન્ચ કર્યો છે. તેનાં બેઝિક વેરિઅન્ટની કિંમત 14,999 રૂપિયા છે. ફોનમાં એન્ડ્રોઇડ 10 વિથ વન UI 2.0 ઓપરેટિંગ સિસ્ટમ અને કંપનીનું એકસીનોસ 9611 પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ ફોનની ખાસ વાત તેની બેટરી ક્ષમતા છે. ફોનમાં 60000mAh ની બેટરી આપવામાં આવી છે. તે 29 કલાક વીડિયો પ્લેબેક, 49 કલાક વોઈસ કોલ્સ અને 131 કલાક મ્યૂઝિક પ્લેબેક આપે છે. ફોનનાં ઓશિયન બ્લૂ અને સ્પેસ બ્લેક કલર વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યાં છે. ફોનનું વેચાણ 5 માર્ચથી એમેઝોન અને કંપનીના સ્ટોર્સ પર શરૂ કરવામાં આવશે.

સિક્યોરિટી માટે ફોનની બેક પેનલમાં ફિંગર પ્રિન્ટ સેન્સર અને ફાસ્ટ ફેસ અનલોક સિસ્ટમ આપવામાં આવી છે. કનેક્ટિવિટી માટે ફોનમાં 4G VoLTE, વાઈફાઈ, GPS, A-GPS, USB ટાઈપ-સી અને 3.5mmનો ઓડિયોજેક આપવામાં આવ્યો છે. ફોનનાં ફ્રન્ટ કેમેરામાં સ્લો મોશન, 4k વીડિયો રેકોર્ડિંગ, AR (ઓગમેન્ટેડ રિયાલિટી) ડૂડલ/ઈમોજી મળશે.

વેરિઅન્ટ અને કિંમત
6GB + 64GB: 14,999 રૂપિયા
6GB + 128GB: 15,999 રૂપિયા

‘ગેલેક્સી M31’નાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લેસાઈઝ 6.4 ઈંચ
ડિસ્પ્લેટાઈપ sAMOLED ફુલ HD+ ઇન્ફિનિટી U (1080x2340 પિક્સલ)
OS એન્ડ્રોઇડ 10 વિથ વન UI 2.0
પ્રોસેસર સેમસંગ એકસીનોસ 9611
રિઅર કેમેરા 64MP (પ્રાઈમરી કેમેરા ) + 8MP (123 ડિગ્રી વાઈડ એંગલ લેન્સ) + 5MP (મેક્રો લેન્સ) + 5MP (ડેપ્થ સેન્સર)
ફ્રન્ટ કેમેરા 32MP
રેમ 6GB
સ્ટોરેજ 64GB/ 128GB
બેટરી 60000mAh વિથ 15 વૉટ ફાસ્ટ ચાર્જિંગ
વજન 191 ગ્રામ




Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Samsung's 'Galaxy M31' smartphone launches, starting at ₹ 14,999


from Divya Bhaskar https://ift.tt/2SUxen4

No comments:

Post a Comment