ગેજેટ ડેસ્કઃ મોટોરોલા કંપનીએ તેનો ફોલ્ડેબલ સ્માર્ટફોન ‘રેઝર 2019’ ભારતમાં લોન્ચ કરી દીધો છે. આ સ્માર્ટફોન વર્ષ 2004માં લોન્ચ થયેલાં ‘રેઝર v3’ જેવો લુક ધરાવે છે. અમેરિકામાં વર્ષ 2019માં ફોનનું લોન્ચિંગ થયું હતું તેની કિંમત $1,499.99 (આશરે 1,07,400 રૂપિયા) છે. ભારતમાં આ ફોનની કિંમત 1,24,999 રૂપિયા છે.
ફીચર્સ
- ફોનમાં ફ્લેક્સિબલ સ્ક્રીન આપવામાં આવી છે જે પારંપરિક ફ્લિપ સ્ટાઈલમાં ફોલ્ડ થાય છે. આ ફોનની બહારની તરફ નાની સ્ક્રીન આપવામાં આવી છે. તેની મદદથી ફોનને અનફોલ્ડ કર્યા વગર નોટિફિકેશન, મ્યૂઝિક અને ગૂગલ અસ્ટિસ્ટન્ટ જેવાં ફીચરનો ઉપયોગ કરી શકાય છે.
- આ ફોનમાં ઈ-સિમ સપોર્ટ આપવામાં આવ્યો છે.
- ફોનની બહાર આપેલી ક્વિક વ્યૂ ડિસ્પ્લેની મદદથી સેલ્ફી પણ લઇ શકાય છે.
- સિક્યોરિટી માટે ફોનમાં ફિંગરપ્રિન્ટ સેન્સરની સુવિધા પણ આપવામાં આવી છે.
- કનેક્ટિવિટી માટે ફોનમાં USB ટાઈપ-સી પોર્ટ, બ્લુટૂથ 5.0, વાઈફાઈ 802.1, 4G LTE અને GPSઆપવામાં આવ્યું છે.
મોટોરોલા રેઝર (2019)નાં બેઝિક સ્પેસિફિકેશન
| ડિસ્પ્લે સાઈઝ | અનફોલ્ડ: 6.2 ઇંચ, ફોલ્ડ: 2.7 ઇંચ |
| ડિસ્પ્લે ટાઈપ | અનફોલ્ડ HD+ (876x2142 પિક્સલ) ફોલ્ડ: 600x800 પિક્સલ વિથ ક્વિક વ્યૂ વિન્ડો |
| OS | એન્ડ્રોઇડ 9 પાઈ |
| પ્રોસેસર | ઓકટાકોર ક્વૉલકોમ સ્નેપડ્રેગન 710 |
| કેમેરા | 16MP (ફોલ્ડ) અને 5MP મેઈન ડિસ્પ્લે નોચ |
| રેમ | 6GB |
| સ્ટોરેજ | 128GB |
| બેટરી | 2510mAh વિથ 15 વૉટ ફાસ્ટ ચાર્જિંગ |
| વજન | 205 ગ્રામ |
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/33BleL4
No comments:
Post a Comment