
ગેજેટ ડેસ્ક: ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ વ્હોટ્સએપે સ્ટેટસમાં વીડિયો અપલોડ કરલાની લિમિટમાં ઘટાડો કર્યો છે. આ લિમિટ હાલ માત્ર ભારતીય યુઝર્સ માટે જ છે. હવે યુઝર્સ સ્ટેટસમાં માત્ર 15 સેક્ન્ડનો જ વીડિયો અપલોડ કરી શકશે.
વ્હોટ્સએપના સમાચારો ટ્રેક કરતી વેબસાઈટ WABetaInfoએ પણ આ સમાચાર પ્રકાશિત કર્યા હતા. જોકે આ લિમિટ એન્ડ્રોઈડ અને iOS બંને યુઝર્સ માટે નક્કી કરવામાં આવી છે. લિમિટથી વધારે સમયનો વીડિયો અપલોડ કરવા પર યુઝર્સને ‘Videos sent to My Status will be trimmed to the first 15 seconds’ મેસેજ મળે છે.
અગાઉ વ્હોટ્સએપ પર વીડિયો સ્ટેટસ માટે 30 સેકન્ડની લિમિટ હતી. યુઝર્સ 15 સેકન્ડથી વધારે વીડિયોને ટ્રીમ કરી ટૂકડામાં અપલોડ કરી શકે છે. લોકડાઉનને લીધે વ્હોટ્સઅપનો ઉપયોગ વધી ગયો હોવાથી સર્વર પર ટ્રાફિક ઓછો કરવા માટે કંપનીએ આ નિર્ણય લીધો છે.
જોકે નવી ટાઈમ લિમિટ સેટ કર્યા બાદ કંપનીએ સ્ટેટસ પ્રાઈવસી અને સ્ટોરી સ્પાનમાં કોઈ ફેરફાર કર્યા નથી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/33Vfs71
No comments:
Post a Comment