
ગેજેટ ડેસ્ક: યૂટ્યુબ ઈન્ડિયાએ વીડિયો સ્ટ્રિમિંગ ક્વોલિટી 480p સીમિત કરી છે. લોકડાઉનને લીધે કંપનીએ આ નિર્ણય કર્યો છે. આ ક્વોલિટીમાં યુઝર માત્ર સ્ટાન્ડર્ડ ડેફિનેશનમાં જ મનગમતા વીડિયો જોઈ શકશે.
લોકડાઉનને લીધે ઈન્ટરેનેટનો વધુ ઉપયોગ થતો હોવાથી કંપનીએ ઈન્ટરનેટ પર ટ્રાફિક ઓછો કરવા આ નિર્ણય લીધો છે. જોકે આ લિમિટ માત્ર મોબાઈલ યુઝર્સ માટે નક્કી કરાઈ છે. વેબ યુઝર્સ HD અને FHDમાં પણ વીડિયો જોઈ શકશે.
યૂટ્યુબ પર યુઝર 144p, 240p, 360p અને 480pના સ્ટાન્ટર્ડ ક્વૉલિટી વીડિયો જોઈ શકશે. એક રિપોર્ટ અનુસાર, ભારતમાં 40 કરોડ મોબાઈલ ઈન્ટરનેટ યુઝર્સ છે. તેવામાં લોકડાઉનમાં ઈન્ટરનેટનો વધારે ઉપયોગ થતો હોવાથી કંપનીએ આ નિર્ણય કર્યો છે. આ સિવાય નેટફ્લિક્સે પણ વીડિયો ક્વોલિટી લિમિટ ડાઉન કરી છે. વ્હોટ્સએપે સર્વર ટ્રાફિક રોકવા માટે સ્ટેટસના વીડિયોની લિમિટ 15 સેકન્ડ સુધી સીમિત કરી છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3aus3R3
No comments:
Post a Comment