Thursday, 5 March 2020

મોટોરોલાનો ફોલ્ડેબલ સ્માર્ટફોન ‘રેઝર 2019’ ભારતમાં 16 માર્ચે લોન્ચ થશે

ગેજેટ ડેસ્કઃ મોટોરોલા કંપની તેનો ફોલ્ડેબલ સ્માર્ટફોન ‘રેઝર 2019’ ભારતમાં 16 માર્ચે લોન્ચ કરશે. કંપનીએ લોન્ચિંગ ઇવેન્ટ માટે મીડિયા ઇન્વાઈટ્સ આપવાનાં શરૂ કર્યા છે. આ સમાર્ટફોન વર્ષ 2004માં લોન્ચ થયેલાં ‘રેઝર v3’ જેવો લુક ધરાવે છે. અમેરિકામાં વર્ષ 2019માં ફોનનું લોન્ચિંગ થયું હતું તેની કિંમત $1,499.99 (આશરે 1,07,400 રૂપિયા) છે. જોકે ભારતમાં તેને કઈ કિંમત સાથે લોન્ચ કરવામાં આવશે તેની કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

ફીચર્સ

  • ફોનમાં ફ્લેક્સિબલ સ્ક્રીન આપવામાં આવી છે જે પારંપરિક ફ્લિપ સ્ટાઈલમાં ફોલ્ડ થાય છે. આ ફોનની બહારની તરફ નાની સ્ક્રીન આપવામાં આવી છે. તેની મદદથી ફોનને અનફોલ્ડ કર્યા વગર નોટિફિકેશન, મ્યૂઝિક અને ગૂગલ અસ્ટિસ્ટન્ટ જેવાં ફીચરનો ઉપયોગ કરી શકાય છે.
  • આ ફોનમાં ઈ-સિમ સપોર્ટ આપવામાં આવ્યો છે.
  • ફોનની બહાર આપેલી ક્વિક વ્યૂ ડિસ્પ્લેની મદદથી સેલ્ફી પણ લઇ શકાય છે.
  • સિક્યોરિટી માટે ફોનમાં ફિંગરપ્રિન્ટ સેન્સરની સુવિધા પણ આપવામાં આવી છે.
  • કનેક્ટિવિટી માટે ફોનમાં USB ટાઈપ-સી પોર્ટ, બ્લુટૂથ 5.0, વાઈફાઈ 802.1, 4G LTE અને GPSઆપવામાં આવ્યું છે.


મોટોરોલા રેઝર (2019)નાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લેસાઈઝ અનફોલ્ડ: 6.2 ઇંચ, ફોલ્ડ: 2.7 ઇંચ
ડિસ્પ્લે ટાઈપ અનફોલ્ડ HD+ (876x2142 પિક્સલ) ફોલ્ડ: 600x800 પિક્સલ વિથ ક્વિક વ્યૂ વિન્ડો
OS એન્ડ્રોઇડ 9 પાઈ
પ્રોસેસર ઓકટાકોર ક્વૉલકોમ સ્નેપડ્રેગન 710
કેમેરા 16MP (ફોલ્ડ) અને 5MP મેઈન ડિસ્પ્લે નોચ
રેમ 6GB
સ્ટોરેજ 128GB
બેટરી 2510mAh વિથ 15 વૉટ ફાસ્ટ ચાર્જિંગ
વજન 205 ગ્રામ


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Motorola's Foldable Smartphone 'Razor 2019' launches in India on March 16


from Divya Bhaskar https://ift.tt/2VJTmCA

No comments:

Post a Comment