Wednesday, 4 March 2020

હવે ટ્વિટર યુઝર્સ પણ ઇન્સ્ટાગ્રામની જેમ સ્ટોરી અપલોડ કરી શકશે, ટ્વિટરે ‘fleets’ નામનાં ફીચરનું ટેસ્ટિંગ શરૂ કર્યું

ગેજેટ ડેસ્કઃ માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વિટરના યુઝર્સ પણ હવે ઇન્સ્ટાગ્રામ અને વ્હોટ્સએપની જેમ સ્ટોરીઝ અપલોડ કરી શકશે. ટ્વિટરે તેનાં ન્યૂ ફીચરનું ટેસ્ટિંગ શરૂ કર્યું છે. સ્ટોરીઝ અપલોડનાં આ ફીચરનું નામ ‘fleets’ રાખવામાં આવ્યું છે. બ્રાઝિલમાં તેનું ટેસ્ટિંગ શરૂ થઈ ગયું છે. ટૂંક સમયમાં જ તેને ગ્લોબલી લોન્ચ કરવામાં આવશે.


ફીચર

  • ‘fleets’ ફીચરમાં અન્ય સોશિયલ એપની જેમ 24 કલાક સુધી જ સ્ટોરીઝ જોઈ શકાશે.
  • સ્ટોરીઝમાં યુઝર 280 કેરેક્ટરની ટેક્સ્ટ લખી શકશે.
  • યુઝર ફોટો, GIFs અને વીડિયો પણ સ્ટોરીઝમાં અપલોડ કરી શકશે.
  • યુઝર પોતાની અન્ય લોકોની સ્ટોરીઝ હોમ બટનના ટોપ પર જોઈ શકશે. જોકે ટ્વીટ્સની જેમ લાઈક અને રીટ્વીટ્સ સ્ટોરીઝમાં નહીં કરી શકાય.
  • આ ફીચરમાં પણ યુઝર પ્રાઇવસી સેટ કરીને પબ્લિક તેની સ્ટોરીઝ જોઈ શકશે કે નહીં તે સેટ કરી શકે છે. ‘fleets’ મ્યુચ્યુઅલ ફોલોઅરની સ્ટોરીઝ પહેલાં શૉ થશે.

RIPTwitter હેશટેગ ટ્રેન્ડિંગ પર
માઈક્રો બ્લોગિંગ સાઈટે સ્ટોરીઝ અપલોડ ફીચરની જાહેરાત કરતા જ ટ્વિટર પર ‘RIPTwitter’ હેશટેગ ટ્રેન્ડ થઈ રહ્યો છે. યુઝર્સ આ ફીચરને બદલે એડિટ બટનની ડિમાન્ડ કરી રહ્યા છે. ‘RIPTwitter’ હેશટેગ પર 1.44 લાખ ટ્વીટ્સ થયાં છે. ગ્લોબલી યુઝર્સ તેના મીમ્સ બનાવી સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Now Twitter users will be able to upload story like Instagram, Twitter has started testing the feature called 'fleets' in Brazil


from Divya Bhaskar https://ift.tt/2TBDqjb

No comments:

Post a Comment