Saturday, 7 March 2020

TCL કંપનીએ 3 સ્ક્રીન ડિસ્પ્લેવાળા ફોલ્ડેબલ અને રોલેબલ સ્માર્ટફોન શો કેસ કર્યા

ગેજેટ ડેસ્કઃ ચાઈનીઝ મલ્ટિ નેશનલ ઇલેક્ટ્રોનિક કંપનીએ ફોલ્ડબેલ સ્માર્ટફોનનાં ટ્રેન્ડમાં પોતાની લેટેસ્ટ ટેક્નોલોજી રજૂ કરી છે. કંપનીએ 3 સ્ક્રીન ફોલ્ડબેલ ડિસ્પ્લેવાળો સ્માર્ટફોનની રજૂ કર્યો છે. આ કોન્સેપ્ટ માટે કંપનીએ સ્માર્ટફોનમાં 2 હિંજ (મિજાગરાં)નો ઉપયોગ કર્યો છે. તેનાથી સ્ક્રીનનો ઉપયોગ વધુ ફ્લેક્સિબલ બને છે. આ ડિવાઇસમાં 10 ઇંચ સુધી ડિસ્પ્લે એક્સપાન્ડ કરી શકાશે.

ડિવાઇસને 6.65 ઇંચના સ્માર્ટફોનને 10 ઇંચના ટેબ્લેટમાં કન્વર્ટ કરી શકાય છે. યુઝર વિવિધ પ્રકારે ડિવાઇસની ડિસ્પ્લેને ફોલ્ડ કરી તેનો ઉપયોગ સ્મોલ ટેબ્લેટ અને લાર્જ ફોનની જેમ કરી શકશે. આ ફોનમાં 3 બેટરીનો ઉપયોગ કરવામાં આવશે.

રોલેબલ ડિસ્પ્લે
કંપનીએ રોલેબલ ડિસ્પ્લે ડિઝાઇન પણ રજૂ કરી છે. આ ડિઝાઇનમાં 6.75 ઇંચની ડિસ્પ્લે મળશે તેને રોલ આઉટ કરી 7.8 ઇંચની કરી શકાશે. આ પ્રકારની ડિસ્પ્લેમાં ફોનની થિકનેસ 0.35 ઇંચની બનશે. આ બંને કોન્સેપ્ટ સિવાય કંપની પાસે 3 ડઝન અન્ય કોન્સેપ્ટ પણ છે. તેને કંપની આગામી દિવસોમાં રજૂ કરશે.

ટેસ્ટિંગ
બંને કોન્સેપ્ટનાં ડિસ્પ્લે ડિવાઇસ પર કંપની ટેસ્ટિંગ કરી રહી છે. કંપની વર્ષ 2021 સુધીમાં ડિવાઇસ લોન્ચ કરી શકે છે. જોકે કંપનીએ આ ફોલ્ડેબલ સ્માર્ટફોનમાં એપને સપોર્ટ કરી શકે તેવું સોફ્ટવેર હજુ સુધી ડેવલપ કર્યું નથી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
TCL company shows foldable and rollable smartphone with 3 screen displays


from Divya Bhaskar https://ift.tt/38rRwJn

No comments:

Post a Comment