
ગેજેટ ડેસ્ક: કોરોનવાઈરસસામે રક્ષણ મેળવવા માટે લોકો ઘરની અંદર પૂરાઈ રહેવા મજબૂર બન્યા છે. ભારત સહિત અનેક દેશોમાં લોકડાઉનની સ્થિતિ છે. તેવામાં લોકો સમય પસાર કરવા સોશિયલ મીડિયાનો સાહારો લઈ રહ્યા છે. તેમાં ફેસબુકની માલિકીની એપ્સ સામેલ છે. તેમાથી એક વ્હોટ્સએપના ઉપયોગમાં ધરખમ વધારો થયો છે. રિસર્ચ ફર્મ Kantarના એક રિપોર્ટ અનુસાર, કોરોનાને લીધે વિશ્વભરમાં વ્હોટ્સએપના યુસેઝમાં 51%નો વધારો થયો છે.
આ રિપોર્ટ અનુસાર, વ્હોટ્સએપનો ઉપયોગ મહામારીના પ્રથમ ફેઝમાં 27%, મિડલ ફેઝમાં 41% અને અંતિમ ફેઝમાં 51% વધ્યો છે. રિપોર્ટ અનુસાર 18થી 34 વર્ષના લોકો આ સોશિયલ મીડિયાનો વધારે ઉપયોગ કરતાં જોવા મળ્યા છે. રિસર્ચમાં કોરોનાથી પ્રભાવિત દેશ સ્પેનના 25,000 યુઝર્સના ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સ્પેનમાં વ્હોટ્સએપના ઉપયોગમાં 76%નો વધારો જોવા મળ્યો છે. આ રિપોર્ટ અનુસાર ફેસબુક, વ્હોટ્સએપ અને ઇનસ્ટાગ્રામના 35 વર્ષથી ઓછી ઉંમરના યુઝર્સ અગાઉ કરતાં મહામારીના સમયમાં તેનો 40% વધારે ઉપયોગ કરી રહ્યા છે.
લોકલ ચાઈનીઝ સોશિયલ મીડિયા એપ WeChat અને Weiboના ઉપયોગમાં 58%નો વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે વ્હોટ્સએપે WHO સાથે મળીને કોરોનવાઈરસ અંગે જાગૃતતા ફેલાવા માટે અને દુનિયાભરમાં તેના કેસોની જાણકારી અને સાવચેતીના પગલાં અંગે માહિતી આપતું એક ચેટબોટ તૈયાર કર્યું છે. આ સિવાય દેશમાં કંપનીએ MyGov Corona HelpDesk પણ લોન્ચ કર્યું છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3bxJCQG
No comments:
Post a Comment