
ગેજેટ ડેસ્ક: કોરોનાવાઇરસ અંગે જાગૃતતા ફેલાવા અનેક મોટી સંસ્થાઓ અને સરકારો દ્વારા ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેવામાં ટેલિકોમ કંપની જિઓ અને એરટેલ કંપનીએ વાઈરસનાં જોખમ બતાવતું અને તેને લઈ માહિતી આપતું ટૂલ લોન્ચ કર્યું છે. માય જિઓ અને અરટેલ થેંક્સ એપ પર યુઝર આ બંને ટૂલનો ઉપયોગ કરી શકે છે. આ સિવાય બંને કંપનીઓએ વેબસાઇટ પણ લોન્ચ કરી છે. બંને એપમાં કોરોનાવાઇરસનાં જોખમને યુઝર તપાસી શકે છે.
રિલાયન્સ જિઓ
રિલાયન્સ જિઓએ ફાર્મસી કંપની અપોલો સાથે મળીને આ ટૂલ લોન્ચ કર્યું છે. આ એક પ્રકારનું ચેટબોટ છે. તેનો ઉપયોગ કરવા માટે યુઝરે સૌ પ્રથમ પોતાની ઉંમર સહિતની માહિતી સબમિટ કરવાની રહેશે. ત્યારબાદ યુઝરને ટ્રાવેલ હિસ્ટ્રી, વિવિધ પ્રકારના લક્ષણો વિશે પ્રશ્નો પૂછવામાં આવે છે. તેનો યુઝરે જવાબ આપવાના રહેશે. તમામ સવાલોના જવાબ આપ્યા બાદ છેલ્લે ચેટબોટ રેસ્પિરેટરીનું લેવલ દર્શાવે છે. તેની સાથે ટૂલ કોરોનાવાઇરસથી કેવી રીતે બચી શકાય તેની માહિતી આપવામાં આવી છે.
એરટેલ
- ભારતીય એરટેલે અનેક સુવિધાઓ સાથે ટૂલ લોન્ચ કર્યું છે. તેમાં સિસ્ટમ ચેકર, દેશભરનાં ટેસ્ટિંગ સેંટર, સ્ટેટિસ્ટિક, FAQ અને હેલ્પલાઇન સામેલ છે.
- સિસ્ટમ ચેકરમાં યુઝર ટ્રાવેલ હિસ્ટ્રી, તાવ, કફ સહિતના રોગની માહિતી સહિતના અનેક પ્રશ્નો પૂછવામાં આવે છે. યુઝરના જ્વાબોને આધારે સિસ્ટમ ક્રોરોનાવાઇરસનું કેટલું જોખમ છે તે દર્શાવે છે.
- ટેસ્ટિંગ સેન્ટર ટેબમાં યુઝરને રાજ્યો અને જિલ્લા પ્રમાણે કોરોનવાઇરસનો કઈ જગ્યાએ ટેસ્ટ કરાવવો તેની માહિતી મળશે.
- સ્ટેટિસ્ટિક ટેબમાં દેશમાં અને રાજ્યો પ્રમાણે કેસ, મૃત્યુ આંક અને રિકવર કેસની માહિતી આપશે.
- FAQમાં જઈને કોરોનવાઈરસ શું છે, તેનાં લક્ષણો, સારવાર, સાવચેતીના પગલાં સહિતની અનેક માહિતી યુઝર મેળવી શકશે.
- હેલ્પલાઇનમાં જઈને યુઝર કેન્દ્ર સરકાર અને રાજી સરકારની વિવિધ હેલ્પલાઇન નંબર અને ઈમેઈલની જાણકારી મેળવી શકશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2y9Qq8t
No comments:
Post a Comment