Sunday, 1 March 2020

‘રિઅલમી 6’ સિરીઝનાં સ્માર્ટફોન્સની કિંમત લીક થઈ, બેઝિક વેરિઅન્ટની પ્રારંભિક કિંમત ₹ 9,999

ગેજેટ ડેસ્કઃ ચાઈનીઝ ટેક કંપની રિઅલમી 5 માર્ચે ‘રિઅલમી 6’ સિરીઝ લોન્ચ કરશે. લોન્ચિંગ પહેલાં જ કંપની સ્માર્ટફોન્સનાં કેટલાક સ્પેસિફિકેશન વિશે માહિતી આપી ચૂકી છે. તેવામાં ફોનની કિંમત સોશિયલ મીડિયા પર લીક થઈ છે. ‘ધ અનબાયસ’ નામના ટેક બ્લોગરે ‘રિઅલમી 6’ અને ‘રિઅલમી 6 પ્રો’ની કિંમત વિશે ખુલાસો કર્યો છે. તે મુજબ, ‘રિઅલમી 6’નાં 4GB+64GB વેરિઅન્ટની કિંમત 9,999 રૂપિયા અને ‘રિઅલમી 6 પ્રો’નાં 4GB+64GB વેરિઅન્ટની કિંમત 13,999 રૂપિયા હોઈ શકે છે.


રિઅલમી 6 સિરીઝનાં સ્પેસિફિકેશન

  • કંપનીનાં ટીઝર પેજ મુજબ બંને ફોનમાં 64MPના પ્રાઈમરી કેમેરા સાથે 4 રિઅર કેમેરા સેટઅપ મળશે.
  • તેમાં અલ્ટ્રા વાઈડ એંગલ લેન્સ, ટેલિફોટો લેન્સ અને મેક્રો લેન્સ સામેલ છે. તમામ કેમેરા 20X ઝૂમિંગની સુવિધા મળશે.
  • ફોનમાં 90Hz રિફ્રેશ રેટ ધરાવતી ફુલ HD ડિસ્પ્લે મળશે.
  • ફોનમાં 30 વૉટનું ફાસ્ટ ચાર્જિંગ આપવામાં આવશે, જે 15 મિનિટમાં 40% ફોન ચાર્જ કરશે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Price of 'Realme 6' series smartphones leaked, starting price of basic variant ₹ 9,999


from Divya Bhaskar https://ift.tt/2TfubpC

No comments:

Post a Comment