ગેજેટ ડેસ્કઃ ચાઈનીઝ ટેક કંપની ઓપેએ દુનિયાનું પ્રથમ 44MP +2MP ફ્રન્ટ કેમેરા સેટઅપ ધરાવતો સ્માર્ટફોન ‘ઓપો રેનો 3 પ્રો’ ભારતમાં લોન્ચ કર્યો છે. ફોનનાં બેઝિક વેરિઅન્ટની કિંમત 29,990 રૂપિયા છે. ફોનમાં ColorOS 7 વિથ એન્ડ્રોઇડ 10 ઓપરેટિંગ સિસ્ટમ અને મીડિયા ટેક P95 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોનનાં 8GB + 128GB અને 8GB+ 256GB સ્ટોરેજ વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યાં છે. ફોનનાં મિડનાઈટ બ્લેક, સ્કાય વ્હાઈટ અને અરોરલ બ્લૂ કલર વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યાં છે. ફોનનું વેચાણ 6 માર્ચથી ફ્લિપકાર્ટ પર શરૂ કરવામાં આવશે.
કિંમત અને વેરિઅન્ટ
8GB + 128GB: 29,990 રૂપિયા
8GB+ 256GB: 32,990 રૂપિયા
‘ઓપો રેનો 3 પ્રો’નાં ફીચર્સ
- ફોનનાં તમામ કેમેરા 5X હાઈબ્રિડ ઝૂમ અને 20X ડિજિટલ ઝૂમ સપોર્ટ કરે છે.
- ફોનમાં અલ્ટ્રા નાઈટ સેલ્ફી મોડ આપવામાં આવ્યો છે. સાથે જ ફોનમાં AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) નોઈસ રિડક્શન પણ આપવામાં આપવામાં આવ્યું છે.
- સિક્યોરિટી માટે ફોનમાં ઈન ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે, જે 0.34 સેકન્ડમાં ફોન અનલોક કરે છે.
- ઓવર હીટિંગ પ્રોટેક્શન માટે ફોનમાં મલ્ટિ કૂલિંગ સિસ્ટમ આપવામાં આવી છે.
‘ઓપો રેનો 3 પ્રો’નાં બેઝિક સ્પેસિફિકેશન
| ડિસ્પ્લેસાઈઝ | 6.4 ઇંચ |
| ડિસ્પ્લેટાઈપ | ફુલ HD+ સુપર AMOLED (2400x1080 પિક્સલ) |
| OS | ColorOS 7 વિથ એન્ડ્રોઇડ 10 |
| પ્રોસેસર | મીડિયા ટેકહીલિયો P95 |
| રિઅર કેમેરા | 64MP (પ્રાઈમરી કેમેરા) + 13MP (ટેલિફોટો લેન્સ) + 8MP (અલ્ટ્રા વાઈડ એંગલ લેન્સ) + 2MP (મોનો લેન્સ) |
| ફ્રન્ટ કેમેરા | 44MP + 2MP |
| રેમ | 8GB |
| સ્ટોરેજ | 128GB/256GB |
| બેટરી | 4025mAh વિથ 30 વૉટ ફાસ્ટ ચાર્જિંગ |
| વજન | 175 ગ્રામ |
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2VDzTDE
No comments:
Post a Comment