Thursday, 19 March 2020

ગૂગલ ટ્રાન્સલેટ એપમાં ટ્રાન્સ્ક્રાઇબ ફીચર ઉમેરાયું, હિન્દી સહિત 8 ભાષા સપોર્ટ કરશે

ગેજેટ ડેસ્કઃ ટેક જાયન્ટ ગૂગલે ટ્રાન્સલેટ એપમાં ‘ટ્રાન્સ્ક્રાઇબ’ નામનું નવું ફીચર ઉમેર્યું છે. આ ફીચરથી યુઝર પોતાની ભાષાનું અન્ય ભાષામાં લાઈવ ભાષાંતર કરી શકશે. આ ફીચરની જાહેરાત કંપનીના CEO સુંદર પિચાઈએ ટ્વીટ કરીને આપી છે. આ ફીચર હિન્દી, ઈંગ્લીશ, ફ્રેન્ચ, જર્મન, પોર્ટુગીઝ, રશિયન, સ્પેનિશ અને થાઈ ભાષા સપોર્ટ કરે છે.

ઉપયોગ
આ ફીચરનો ઉપયોગ કરવા માટે યુઝરે એપને ડાઉનડલોડ કરવાનું રહેશે. ત્યારબાદ એપમાં શૉ થતાં transcription ટેબ પર ક્લિક કરી ભાષાની પસંદગી કરવાની રહેશે. તે માટે યુઝર કઈ ભાષામાં બોલીને તેનું કઈ ભાષામાં રૂપાંતરણ કરવા માગે છે તે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ માઈક્રોફોન બટન સ્ટાર્ટ કરી બોલવાનું રહેશે.

ગૂગલ ટ્રાન્સલેટ એપમાં પહેલાંથી જ 'Conversations' ફીચર કાર્યરત છે. તેની મદદથી યુઝર અલગ અલગ ભાષામાં ટુ વે કમ્યૂનિકેશન કરી શકે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Google Translate app added transcribe feature, will support 8 languages including Hindi


from Divya Bhaskar https://ift.tt/2xLEM3n

No comments:

Post a Comment